Gujarati News

Gujarati News

News of Friday, 25th December 2020

બુટલેગરો પર પોલીસની ધોંસઃ ૯૯ બોટલ દારૂ સાથે ચાર પકડાયા

ક્રાઇમ બ્રાંચે મનિષને ૬૦ બોટલ સાથે, પેરોલ ફરલો સ્કવોડે રાજેશને ૧૪ બોટલ સાથે તથા તાલુકા પોલીસે બે દરોડામાં ૨૫ બોટલ સાથે ત્રણ શખ્સને પકડ્યા

રાજકોટ તા. ૨૪: શહેરમાં થર્ટી ફર્સ્ટની ઉજવણી ટાણે બૂટલેગરો પર પોલીસ સતત ધોંસ બોલાવી રહી છે. અલગ-અલગ સ્થળે ક્રાઇમ બ્રાંચ, પેરોલ ફરલો સ્કવોડ અને તાલુકા પોલીસની ટીમે ચાર દરોડા પાડી ૯૯ બોટલ દારૂ સાથે પાંચ શખ્સોને પકડી લીધા છે.

ક્રાઇમ બ્રાંચે ૬૦ બોટલ સાથે મનિષને પકડ્યો

ક્રાઇમ બ્રાંચના પીઆઇ વી. કે. ગઢવીના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. એસ. વી. સાખરા, હેડ કોન્સ. ધીરેનભાઇ માલકીયા, હીરેનભાઇ સોલંકી, ભગીરથસિંહ ઝાલા, ઉમેશભાઇ ચાવડા, દીપકભાઇ ડાંગર, સંજયભાઇ ચાવડા, યોગીરાજસિંહ જાડેજા તથા જયપાલસિંહ ઝાલા સહિત પેટ્રોલીંગમાં હતા ત્યારે કોન્સ. ઉમેશભાઇ, ભગીરથસિંહ અને સંજયભાઇને મળેલી બાતમીના આધારે દોઢસો ફુટ રોડ પર જશરાજનગર શેરી નં. ૧ માંથી રૂ. રપ,ર૦૦ની કિંમતની દારૂની ૬૦ બોટલ સાથે મનીષ ઉર્ફે બાલી દામજીભાઇ કાનપરા (ઉ.વ. ૪૩) ને પકડી લઇ કાર્યવાહી કરી હતી.

ફરલો સ્કવોડે ૧૪ બોટલ સાથે રાજેશને પકડયો

પેરોલ ફરલો સ્કવોડના હેડ કોન્સ. વિજેન્દ્રસિંહ ઝાલા તથા કોન્સ. મહંમદ અઝરૂદીનભાઇ બુખારીને મળેલી બાતમીના આધારે પી.એસ.આઇ. એમ. એસ. અંસારી, હેડ કોન્સ. ઝહીરભાઇ, એસ.ઓ.જી.ના કોન્સ. વિજેન્દ્રસિંહ, અઝરૂદીનભાઇ, અનીલસિંહ, સોનાબેન મુળીયા તથા કીશોરદાન સહિતે ગોંડલ રોડ ચોકડી પાસેથી જી.જે.-૩ કેસી-૯પ૧૪ નંબરની મારૂતી ઝેનને રોકી તલાશી લેતા રૂ. ૧૯૦૦૦ની કિંમતની દારૂની ૧૪ બોટલ સાથે ઇમીટેશનના ધંધાર્થી રાજેશ ભવરલાલ પ્રજાપત (ઉ.વ.૩૯) (રહે. પેડક રોડ ગણેશ કોમ્પ્લેક્ષ મુળ સુંદરનગર, રાજસ્થાન) ને પકડી લીધો હતો.

તાલુકા પોલીસે ૧૦ બોટલ સાથે બે ને ઝડપી લીધા

તાલુકા પોલીસ મથકના પી.આઇ. જે. વી. ધોળાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. એન. ડી. ડામોર, એ.એસ.આઇ. આર. બી. જાડેજા, હેડ કોન્સ. વિજયગીરી, મોહસીનખાન, અમીનભાઇ, ધર્મરાજસિંહ, મનિષભાઇ, હર્ષરાજસિંહ તથા હરસુખભાઇ સહિત પેટ્રોલીંગમાં હતા ત્યારે બાતમીના આધારે મવડી રોડ બાપા સીતારામ ચોક પાસેથી જીજે-૩એલએચ-૩૭૭ર નંબરના બાઇકને શંકાના આધારે રોકી તલાશી લેતા રવી ચેતનભાઇ સોલંકી (ઉ.વ.ર૬) (રહે. સ્વામીનારાયણ પાર્ક-૧) તથા પ્રદિપસિંહ ભરતસિંહ જાડેજા (ઉ.વ.રર) (રહે. આર.એમ.સી. કવાર્ટર, કાલાવડ રોડ એ.જી. ચોક પાસે) ને રૂ. ૪૦૦૦ની કિંમતની દારૂની ૧૦ બોટલ સાથે પકડી લીધા હતા જયારે અજય રાઠોડ (રહે. મેઘમાયાનગર)ની શોધખોળ હાથ ધરી છે.

નાના મવામાં મકાનમાંથી દારૂની ૧પ બોટલ કબ્જે

તાલુકા પોલીસ મથકના કોન્સ. હર્ષરાજસિંહ જાડેજા, ધર્મરાજસિંહ રાણા અને હરસુખભાઇ સબાડને મળેલી બાતમીના આધારે પી.એસ.આઇ. એન. ડી. ડામોર સહિતના સ્ટાફે નાના મવા ગામમાં મકાનમાં દરોડો પાડી રૂ. ૬૦૦૦ ની કિંમતની દારૂની ૧પ બોટલ કબજે કરી મકાન માલીક દિવ્યરાજસિંહ ઉર્ફે કાનો દિલીપસિંહ ઝાલાની શોધખોળ હાથ ધરી છે.

(3:20 pm IST)