Gujarati News

Gujarati News

News of Monday, 25th December 2017

કાર્ય અને જીવન બન્નેને સમજીને સમય ફાળવો : ડો. અનિલ કામલીયા

કેએસપીસી દ્વારા જીએચસીએલના સહયોગથી 'વર્ક લાઇફ બેલેન્સ' પર યોજાયો માર્ગદર્શક વાર્તાલાપ

રાજકોટ : કચ્છ સૌરાષ્ટ્ર પ્રોડકટીવીટી કાઉન્સીલના સેન્ટર ફોર મેનેજમેન્ટ ડેવલપમેન્ટ દ્વારા જીએચસીએલ સુત્રાપાડાના સહયોગથી તાજતેરમાં બાન લેબ ખાતે ગ્રાસીમ ઇન્ડસ્ટ્રીઝ યુનિટ ઇન્ડીયન રેયોનના જનરલ મેનેજર ડો. અનિલ કામલીયાનો 'વર્ક લાઇફ બેલેન્સ' વિષય પર માર્ગદર્શક વાર્તાલાપ મેયર ડો. જૈમનભાઇ ઉપાધ્યાયના મુખ્યમહેમાનપદે અને કાઉન્સીલના પ્રમુખ હસુભાઇ દવેના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવ્યો હતો. પ્રારંભે કાઉન્સીલના ઉપપ્રમુખ ડી. જી. પંચમીયાએ કાર્યક્રમની માહીતી રજુ કર્યા બાદ માનદ મંત્રી મનહરભાઇ મજીઠીયા અને કાઉન્સીલના માનદ કોષાધ્યક્ષ રામજીભાઇ શિયાણીએ મહેમાનોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરેલ. આ તકે મુખ્ય વકતા ડો. અનિલ કામલીયાએ જણાવેલ કે વર્ક લાઇફ બેલેન્સમાં વર્કની સાથે સાથે મિત્રો સાથે પણ સમય પસાર કરવો જરૂરી છે. વર્ક લાઇફ બેલેન્સ એટલે કાર્ય, આરોગ્ય અને પરિવારને સરખો સરખો સમય આપવો જોઇએ. જો તેમ ન થાય તો જીવનમાં ડીપ્રેશન આવી જાય. દરેક વ્યકિતએ પોતાની પ્રોફેશ્નલ લાઇફ અને પર્સનલ લાઇફ વચ્ચે સમન્વય રાખજો જોઇએ. વર્ક લાઇફ બેલેન્સ વગર વ્યકિત માનસીક તાણ અનુભવે છે.  કાર્યક્રમમાં કાઉન્સીલની ગવર્નીંગ બોડીના સભ્યો હિરાભાઇ માણેક, એન. એમ. ધારાણી, મહેન્દ્રભાઇ ત્રિવેદી, કિરીટભાઇ વોરા, ઇન્ચાર્જ ડે. કમિશ્નર ઓફ લેબર એ. ટી. પેઇન્ટર, વી. બી. વાઘમસી, સોનલબેન ગોહેલ, કાઉન્સીલના સભ્ય બાન લેબ્સના મેનેજર એડમીન ભરતભાઇ પંડયા, સીએ પ્રવિણભાઇ ધોળકીયા, અમુલ ઇન્ડસ્ટ્રીઝના મનહરભાઇ પારેખ, અક્ષય ગોસ્વામી, મનસુખલાલ જાગાણી, મહેશ વેકરીયા, નિકેત પોપટ, હરીભાઇ પરમાર, દોઢીયા મુમતાઝ, એચ. જે. ઇન્ડસ્ટ્રીઝ, રાજકોટ ડેરી, મારવાડી શેર્સ, મહીન્દ્રા ગીઅર્સ વગેરે કંપનીના અધિકારીઓ ગીતાંજલી કોલેજ અને વિવિધ કોલેજના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. અંતમાં આભાર દર્શન કાઉન્સીલની ટ્રેનીંગ પ્રોગ્રામ કમીટીના ચેરમેન બી. એસ. માને કરેલ. કાર્યક્રમની વ્યવસ્થા આસી. એકઝીકયુટીવ સેક્રેટરી રવિ ત્રવેદીએ કરેલ.

(3:50 pm IST)