Gujarati News

Gujarati News

News of Monday, 25th December 2017

નાગરીક બેન્ક દ્વારા પરાબજાર શાખાના ગ્રાહક પરિવાર સાથે મિલનોત્સવ

ગ્રાહકોને તેમના સ્થાન પર જઇ સન્માન કરવાનો વિચાર પ્રેરક : નલીનભાઇ વસા : બેંક અદ્યતન સુવિધાઓથી સજજ, ગ્રાહકો પુરો લાભ ઉઠાવે : ડાયાભાઇ ડેલાવાળા

રાજકોટ : સામાજિક ઉત્તરદાયિત્વ સાથે કાર્ય કરતી, રાજકોટ નાગરિક સહકાર બેન્કની પરાબજાર શાખામાં ગ્રાહક મિલન સમારોહ યોજાયો હતો. સમારોહની વિશેષતા એ હતી કે બેન્ક દ્વારા વિવિધ કેટેગરીમાં ખાતેદારોને બેન્ક સંચાલક મંડળ અને અધિકારીઓ દ્વારા તેમના સ્થાન પર જઇ સન્માનીત કરાયા હતા. ગ્રાહક મિલન સમારોહમાં વિદ્યાસાગર ચેરીટેબલ ટ્રસ્ટ રશ્મીકાંતભાઇ મોદી (ડીપોઝીટર), ભારતીય જનતા પાર્ટી અનિલભાઇ પારેખ અને દેવાંગભાઇ માંકડ (ડીપોઝીટર), પંચનાથ ચેરીટેબલ ટ્રસ્ટ દેવાંગભાઇ માંકડ (સેવીંગ ખાતેદાર), જયસુખભાઇ ડેલાવાળા (એક જ પરીવારના મહત્તમ સેવીંગ્ઝ ખાતેદાર), મોદી ધીરજલાલ હીરાચંદ (જુના ખાતેદાર), લક્ષ્મણદાસ હરીરામ (જુના ખાતેદાર), નટુભાઇ ચાવડા (જુના ખાતેદાર), જીલ મોબાઇલ (મોબાઇલ બેંકીંગ વપરાશકર્તા), ધારણાબેન ભટ્ટ,  (મોબાઇલ બેંકીંગ વપરાશકર્તા), દર્શન એન્ટરપ્રાઇઝ (મોબાઇલ બેંકીંગ વપરાશકર્તા, હસમુખભાઇ વોરા (એટીએમ મહત્તમ વપરાશકર્તા) ને સ્મૃતિ ભેટ આપી સન્માનીત કરાયા હતા. નલિનભાઇ વસાએ જણાવેલ કે 'અહીં આપે જોયું કે ગ્રાહકોનું સન્માન તેમનાં જ સ્થાન પર જઇ પદાધિકારીઓએ કર્યુ. આ વાત નાની છે પરંતુ વિચાર મોટો છે. ડાયાભાઇ ડેલાવાળાએ હાર્દીક આવકાર આપી જણાવ્યુ હતુ કે નાના માણસોની મોટી બેન્ક અદ્યતન ટેકનોલોજીથી સજજ છે. એનઇએફટી, આરટીજીએસ, મોબાઇલ બેન્કીંગ વગેરે સુવિધાનો ઉમેરો કરાયો છે. વિશાળ ગ્રાહક પરિવાર જ અમારી મુડી છે. જીવણભાઇ પટેલે જણાવ્યુ કે સૌરાષ્ટ્ર કચ્છમાં એન્જીનીયરીંગના ભણતરની કોલેજ નહોતી ત્યારે આપણી બેન્કે માતબર દાન આપી વીવીપી કોલેજ શરૂ કરાવી. છેલ્લા રર વર્ષથી બાળકો માટે નિઃશુલ્ક ક્રિકેટ કોચીંગ કેમ્પ ચલાવે છે. ઉપરાંત સભાસદ અને પરિવારજનોને કેન્સરની માંદગીમાં આર્થીક સહાય આપે છે. આવી જ રીતે કોઠારી નિદાન કેન્દ્ર, બી. ટી. સવાણી કિડની હોસ્પિટલ, વોકહાર્ટ હોસ્પિટલ અમવાદની સીમ્સ હોસ્પિટલમાં સારવાર સહાય કરે છે. જાહેર સુખાકારીના કાર્યોમાં બેન્કે યોગદાન આપ્યુ છે. હરકિશનભાઇ ભટ્ટે જણાવ્યુ હતુ કે યુનિટ બેન્કથી શરૂ થયેલી આપણી બેન્ક ૩૮ શાખા, ર એકસટેન્શન કાઉન્ટર અને ર ઓફસાઇટ એટીએમનું નેટવર્ક ધરાવે છે. બેન્કનું એટીએમ કમ શોપીંગ કાર્ડ દેશભરના એટીએમ અને પીઓએસમાં વપરાશ કરી શકાય છે. આ સમારોહમાં નલિનભાઇ વસા (ચેરમેન), જીવણભાઇ પટેલ (વાઇસ ચેરમેન), ડાયાભાઇ ડેલાવાળા (પ્રભારી ડીરેકટર), હરિભાઇ ડોડીયા (ડીરેકટર), હરકિશનભાઇ ભટ્ટ (સીઇઓ), પરાબજાર શાખા વિકાસ સમિતિમાંથી કિરીટભાઇ શેઠ (સહ કન્વીનર), મોતીઆની (સીઓઓ), રજનીકાંત રાયચુરા (એ.જી.એમ. બેન્કીંગ), કામેશ્વરભાઇ સાંગાણી (એ.જી.એમ. રીકવરી), વલ્લભભાઇ આંબલીયા (એજીએમ એકાઉન્ટ), ગિરીશભાઇ ભુત (એજીએમ ક્રેડીટ), ટી. સી. વ્યાસ (એજીએમ એચઆર), યોગેશભાઇ રવેશીયા (ડીસીએમ), કિશોરભાઇ મુંગલપરા (સ્ટાફ રીલેશન મેનેજર), હરીશભાઇ શાહ (સ્ટાફ રિલેશન અધિકારી), યોગેશભાઇ રવેશીયાએ શાખાની પ્રાસંગીક માહીતી આપી હતી. આભારદર્શન પ્રો. વિભાબેન ભટ્ટે અને સંચાલન રમેશભાઇ દોમડીયાએ કરેલ.

(3:26 pm IST)