Gujarati News

Gujarati News

News of Monday, 25th December 2017

જય માં બહુચરાજી... શંખલપુર ધામે 'અગવડો'ને 'સગવડો'માં પરિવર્તિત કરતો પવન સાકારની દિશામાં ઝંઝાવતરૂપી ગતિએ

ચુંવાળ પ્રદેશમાં પવિત્ર યાત્રાધામે આસ્થાભેર શિશ ઝુંકાવી 'પુણ્ય'નો પ્રસાદ ચાખે છે શ્રધ્ધાળુઓ :'મંદિર સંકુલ'ને અદ્યતન આકાર : આપવા ભવ્ય - દિવ્ય મોડેલ તૈયાર :સવાર-સાંજ માતાજીના ગગનભેદી જયજયકારથી વાતાવરણમાં પ્રસરતો 'પુણ્યના પ્રસાદરૂપ' પવન : ત્રણ બેડવાળા એસી રૂમના રૂ. ૬૦૦, સાદા રૂમના રૂ.૨૦૦: ઉત્તારા સાથે જમવાનું નિઃશુલ્ક : શંખલપુર છે સોહામણું ગામ ટોડાવાળી મા તારૂ ધામ, વરખડીવાળું તારૃં સ્થાન, મા બહુચર છે તારૂ નામ :વરખડીના ઝાડવામાં પણ પાંદડે-પાંદડે શ્રધ્ધાળુઓની સમાયેલી આસ્થા બહુચરાજી ગામેથી નિકળતી પાલખી યાત્રાનો :ધર્મલાભ લઇ સૌ અનુભવે છે ધન્યતા

બહુચરને જે શરણે રહે છે,

માની કૃપાથી સુખી રહે છે.

મનનું માગ્યું આપે બહુચર,

સંકટ સઘળા કાપે બહુચર.

ધીરજ ધરીને માને ભજોતો,

જીવનના અવગુણ તજો તો,

બહુચર અરજી ઉરમાં ધરશે,

કૃપા દ્રષ્ટિએ જરૂર કરશે.

રાજકોટ : મહેસાણા જિલ્લાના બેચરાજી તાલુકામાં શંખલપુર ગામે બિરાજમાન હજારો-લાખો શ્રધ્ધાળુઓના આસ્થાના પવિત્ર પ્રતિકસમાં શ્રી આદ્યશકિત ટોડા બહુચરાજી માતાજીના મંદિરે ભાવિકોના ભાવભેર પૂજન-અર્ચન અને દર્શન સાથે જ રોજે રોજ 'પૂણ્ય'નો પ્રકાશ પથરાતો રહે છે...એવી જ રીતે આવનારને સગવડતા પ્રાપ્ત કરાવવાના ઉમદા હેતુસર મંદિર સંકુલને અદ્યતનરૂપી શણગાર સજવા ભવ્ય-દિવ્ય મોડેલ તૈયાર કરી 'અગવડો'ને 'સગવડો'માં રૂપાંતરિત કરવા કાજે પરિવર્તન કરતો પવન સાકારની દિશામાં ઝંઝાવતની જેમ જ આગળ ધપી રહયો છે.

શ્રી બહુચર માતાજીની કૃપા અને ભકતજનોની ભાવભીની હૂંફના સથવારે ટ્રસ્ટી મંડળ દ્વારા ૫ એકર જૂના સ્થાનકની અને ૧૨ એકર નવી જમીન સાથે કુલ ૧૭ એકર જમીન અને ૧૦ એકર જમીનમાં વનીકરણ યોજના બનાવાઇ છે...નવીન વિકાસ યોજનારૂપી પ્લાન સાકાર થતા જ ભવ્ય અને દિવ્ય મંદિર કદાચ આખા ગુજરાતમાં અનોખુ યાત્રાધામ તરીકે ઉપસી આવશે.

ચુંવાળ પ્રદેશમાં પવિત્ર યાત્રાધામે રોજે રોજ અસંખ્ય ભાવિકો માતાજીના શરણે શિશ ઝુંકાવી જીવનમાં પૂણ્યનું ભાથુ બાંધી રહયા છે ત્યારે સોૈની સુવિધાના ભાગરૂપે મંદિર સંકુલની વિકાસ યોજના 'શ્રી ટોડા બહુચરાજી માતાજી મંદિર શંખલપુર ટ્રસ્ટ'ના નેજા તળે તેજ ગતિએ આગળ ધપી રહી છે...શંખલપુર ધામ સમગ્ર ગુજરાતમાં સુપ્રસિધ્ધ છે.દરરોજ દર્શનાર્થીઓની સંખ્યામાં પણ ખાસ્સો વધારો થતો જતો હોવાથી યાત્રાધામ જરૂર ગુજરાતનું અનોખુ ધામ બની રહેશે એવી સોૈ ભાવિકોને પુર્ણ શ્રધ્ધા છે.

અત્રે નોંધનીય છે કે, શ્રી ટોડા બહુચર માતાજી મંદિર ટ્રસ્ટમાં પ્રમુખ પદે લાલભાઇ પ્રભુદાસ પટેલ (અમદાવાદ), ટ્રસ્ટી તરીકે કરશનભાઇ કાનજીદાસ પટેલ (શંખલપુર), અમૃતભાઇ ભીખાભાઇ પટેલ (શંખલપુર), અમરસિંહ માધુજીભાઇ ઠાકોર (ગાંધીનગર), મહેન્દ્ર નરોતમભાઇ સુખડીયા (ગાંધીનગર),મોહનભાઇ છગનભાઇ દેસાઇ (શંખલપુર), બિપીનભાઇ ગગુભાઇ સંઘવી (મુંબઇ), કાળીદાસ કાશીરામ પટેલ (શંખલપુર), પુજારી ટ્રસ્ટી તરીકે યશવંતરાય કાનજીભાઇ દવે (અમદાવાદ), નટવરલાલ પોપટલાલ દવે (અમદાવાદ) અને ધીરજલાલ ઉમીયાશંકર દવે (અમદાવાદ)  તથા ધર્મશાળા મેનેજર તરીકે અશોકભાઇ એમ. ત્રિવેદી (મો.૯૩૭૬૦ ૯૦૩૫૫, ૯૦૩૩૦ ૯૭૯૦૦) કાર્યરત છે.

જગવિખ્યાત શ્રી બહુચરાજીના માતાજીના ચરણોમાં દરરોજ અસંખ્ય શ્રધ્ધાળુઓ માથુ ટેકવી જીવનમાં પુણ્યનું ભાથુ બાંધી રહયા છે...સવાર-સાંજ માતાજીના ગગનભેદી જયજયકાર સાથે વાતાવરણ ખરાઅર્થમાં ધર્મના રંગે રંગાઇ જાય છે.

ખરેખર આવા પવિત્ર-પાવન સ્થળે આવવું લ્હાવારૂપ છે ત્યારે આવનારા ભાવિકોને પણ સુવિધા પ્રાપ્ત કરાવવાના ઉમદા આશયથી મંદિર સંકુલને અદ્યતન આકાર અપાવવાની દિશામાં કામગીરી આગળ ધપી રહી છે...ખેશીની વાત એ છે કે, સૌ શ્રધ્ધાળુઓને માતાજીના દિવ્ય દર્શન સાથે જ રહેવા-જમવામાં કોઇ કચાશ ન રહે તે માટે ટ્રસ્ટી મંડળ દ્વારા દેખરેખ રાખવામાં આવી રહી છે...તો સેવક સમુદાય પણ ભાવિકોને ભાવથી આદરભાવ આપી સેવાની જયોતને વધુને વધુ પ્રજવલ્લીત કરવાનું શુભ કાર્ય આગળ ધપાવી રહયા છે.

જગતજનની જગદંબા શ્રી બહુચરાજી માતાજીની પાવન ધરતીમાં પગ મુકતાની સાથે જ સૌ આસ્થાળુઓને અંતરને અનહદ આનંદની અનોખી અનુભુતિ થવા લાગે છે...સૌ દર્શન-પુજન-પ્રાર્થના સાથે જ માતાજીના દિવ્ય દરબારમાં મનની મનોકામના પૂર્ણ કર્યાની પણ ખુશી વ્યકત કરવા ધન્યતા અનુભવી રહયા છે...એવી જ રીતે ઘણા શ્રધ્ધાળુઓ માનતા કરી પુણ્યરૂપ પ્રસાદનો લ્હાવો લઇ રહયા છે.

અત્રે નોંધનીય છે કે, માતાજીના ચરણોમાં શિશ ઝુકાવવા આવનાર તમામ ભાવિકો માટે નજીવા દરે રહેવા-જમવાની શ્રેષ્ઠ વ્યવસ્થા પુરી પાડવામાં આવે છે.

અત્રે નોંધનીય છે કે, આસ્થાળુઓને ઉત્તમ પ્રકારની સુવિધા આપવાના ઉમદા આશય સાથે રૂ.૬૦૦માં ત્રણ બેડ સાથેનો એસી રૂમ તથા રૂ.૨૦૦માં ત્રણ બેડવાળો સાદો રૂમ મળે છે...

જેમાં  બન્ને ટાઇમ જમવા માટે કોઇ પણ પ્રકારનો ચાર્જ વસુલાતો નથી.બાથરૂમની વ્યવસ્થા તો છે જ...એવી જ રીતે શિયાળામાં ગરમ પાણીની પણ સુવિધા છે.સંચાલન નિરમા કંપનીવાળા દ્વારા થઇ રહયુ છે.

 સંકલન : રાજુભાઇ સોલંકી

રાજકોટ. મો. ૯૪૨૬૫ ૧૦૧૭૭ઙ્ગ

જાણો...શંખલપુરને બહુચરાજી 'ટોડા માતા' નામે ઓળખ કેમ મળી?

સવંત ૧૨૯૬થી સવંત ૧૩૫૨માં રાજપૂત કરણઘેલા ગુજરાતનો રાજા હતો.ઇતિહાસ મુજબ રાજા ગુજરાતનો છેલ્લો રાજા હતો. માનવામાં આવે છેકે, કરણઘેલાના માસીના દિકરા હરપાળ કચ્છના વતની હતા અને તેે માં શકિતના ઉપાસક હતા. તેમને જગતજન્ની જગદંબા સાક્ષાત પ્રસન્ન હતા.

કોઇ ખાસ પ્રસંગે કચ્છમાંથી હરપાળ કરણઘેલાને ત્યાં આવેલા અને ત્યારે આનંદમાં આવી કરણઘેલાએ જણાવ્યુ હતુ કે, એક જ રાત્રિમાં તમે જેટલા તોરણ બાંધશો તેટલા ગામ તમને ભેટ આપીશ...આ વાતને માથે ચઢાવી હરપાળે માં જગદંબાને યાદ કરી તેમની છત્રછાયા નિચે બે હજાર ગામોને તોરણ બાંધ્યા.હરપાળને બે હજાર ગામની ભેટ મળી...પરંતુ હરપાળે કરણઘેલાની રાણીને બહેન ગણી પાંચશો ગામ પસલીમાં ભેટ આપ્યા.

આ બધા ગામમાંનું એક ગામ શંખલપુર હતુ.આ તોરણના રૂપે માતા (ટોડાવાળા) શંખલપુર નામે ખ્યાતિ પામ્યુ.

૨૫૦ થી ૩૦૦ વર્ષ

પહેલા પૂજય બાવા પૂજા પાઠ કરતા'તા...

રાજકોટઃ મહેસાણા જિલ્લામાં આવેલા શંખલપુર ગામે જગવિખ્યાત શ્રી બહુચરાજી માતાજીના મંદિરે વરખડીના ઝાડવા ચોતરફ ઘેઘુર હોવાથી દર્શનાર્થીઓમાં અનેરૂ આકર્ષણ જાગે છે...સોૈ આસ્થાભેર દર્શન-પૂજન કરી જીવનમાં પૂણ્યનું ભાથુ બાંધી રહયા છે, સાથે સાથે મનમોહક વરખડીના વૃક્ષોમાં પણ પાંદડે-પાંદડે આસ્થા સમાયેલી હોય છે.

કહેવાય છે કે, અગાઉ મંદિર નાનું હતુ, સ્થાનકનો વહીવટ આશરે ૨૫૦ થી ૩૦૦ વર્ષ પહેલા પૂજય બાવા કરતા હતા...પરંતુ સમય જતા માતાજીની કૃપાથી શ્રી શિવગીરીબાપુ જે તે અરસામાં ઝાલાવાડના શીયાણી ગામના દેવરામ દવેને મંદિરની સેવાની તક આપી આપ્યા બાદ ચાર ધામની યાત્રાએ ચાલી નિકળ્યા હતા.એ સમયે  દેવરામ દવે દ્વારા સ્થાનકનો વહીવટ થતો, ત્યાર બાદ એમના વારસદારો પણ પુજા પાઠ કરતા હતા.

જ્ઞાનરૂપ પુસ્તિકા માતાજીના ચરણોમાં 'પ્રસાદરૂપે' અર્પણ

રાજકોટ : બેચરાજી પંથકના સોહામણા શંખલપુર ગામે બિરાજમાન જગતજનની જગદંબા શ્રી આદ્યશકિત ટોડા બહુચરાજી માતાજીના પ્રાગટય મહાત્મય, પરચા સૌ માઇ ભકતો સુધી પહોંચાડવાનુ શુભ ભાવના સાથે પ્રકાશક સેવકો અમૃતભાઇ લક્ષ્મણદાસ પટેલ, અમૃતભાઇ ભગવાનદાસ પટેલ, વિનોદકુમાર કરશનદાસ પટેલ અને રમેશભાઇ દયાળજીદાસ પટેલ દ્વારા જ્ઞાનરૂપ પુસ્તિકા માતાજીના ચરણોમાં 'પ્રસાદરૂપે' ભાવભેર અર્પણ કરી 'પુણ્ય'નું ભાથુ બંધાયુ છે.

મા બહુચરાજીની પ્રેરણાથી સેવાભાવના માટે માઇ ભકતોએ તૈયાર કરેલી શ્રી આદ્યશકિત ટોડા બહુચરાજી માતાજીનું પ્રાગટય મહાત્મ્ય શંખલપુર નામે પ્રસિધ્ધ પુસ્તિકા (કિંમત રૂ. ૩૦)માં પુરાણો - ધાર્મિક પુસ્તકો અને દંતકથાના સહારા સાથે આનંદના ગરબાનો વિસ્તૃત સાર, માતાજીના વિવિધ પરચા, નવરાત્રીમાં ગવાતા ગરબા, માતાજીનો થાળ, આરતી, પ્રાર્થના - સ્તુતિ, વિશ્વંભરી, શ્રી બહુચરની બાવની, સોલંકીના ગરબાનો રસથાળ તો છે જ... સાથે સાથે સોહામણા શંખલપુરે નવનિર્મિત નવીન કલગીરૂપ મંદિર થયા બાદ યાત્રાધામ કેવું સોહામણુ લાગશે? તેનો ખ્યાલ પણ મેળવી શકાશે.... વિશેષ માહિતી માટે ફોન (૦૨૭૩૪) ૮૬૪૨૧ ઉપર સંપર્ક સાધી શકાશે. અત્રે નોંધનીય છે કે, પુસ્તિકા થકી એકત્રિત થનાર રકમને સતકર્મમાં વાપરવાનો ટ્રસ્ટી મંડળનો ઉમદા આશય છે.

શંખલપુર કોણે, કઇ સાલમાં વસાવ્યુ?

વિક્રમ સવંત ૧૨૮૦ના તામ્ર પત્રમાં ઉલ્લેખ મુજબ સોલંકી વંશના તેજસ્વી રાજા વીર પ્રતાપી લવણપ્રસાદે તેમની જનેતા (માતા) શલખણબાઇ (સુલક્ષણા)ના નામ ઉપરથી ગામનું નામ શંખલપુર પાડેલ છે.

ભીમદેવ (ભાળાભીમ)ના કુંવર લવણપ્રસાદે આ સ્થાન વસાવ્યુ.માનવામાં આવે છે કે, દૈત્ય દંઢાસુર અને સાથી રાક્ષસોનો વધ કરી વરખડીવાળી જગ્યા (વૃક્ષોની ઝાડી)એ આવી વિશ્રાંતિ લીધી તે સ્થળ શંખલપુર નામે પ્રખ્યાત છે. આ જગ્યા શ્રી માતાજી બહુચરાજી ગામાના આધ્યસ્થાને આવી વસ્યા એ જ સ્થળ હાલનું શ્રી બહુચરાજી  ગામ છે.

શ્રી માતાજીના પગલાવાળા સ્થાને દર ચૈત્ર અને આસો માસની પૂનમે બહુચરાજી ગામથી રાત્રે સવારી પાલખી નિકળી અસલ સ્થાને પહોંચે છે.

(3:26 pm IST)