Gujarati News

Gujarati News

News of Friday, 25th November 2022

સુકા મરચામાં લાલચોળ તેજીઃ આ વર્ષે ભાવમાં બમણો વધારો

કર્ણાટક- આંધ્રમાં મરચાના પાકમાં વાયરસ આવતા ૫૦ ટકા જેટલો પાક નિષ્‍ફળ:કોલ્‍ડ સ્‍ટોરેજમાં રાખવામાં આવતા મરચાનો જૂનો સ્‍ટોક પણ ખાલીઃ ગોંડલના વિખ્‍યાત મરચાના ભાવમાં પણ જોરદાર વધારો

રાજકોટઃ સૂકા  મરચામાં લાલચોળ તેજી જોવા મળી રહી છે. કર્ણાટક આંધ્રમાં મરચાના પાકમાં વાયરસ આવતા ૫૦ ટકા જેટલો પાક નિષ્‍ફળ ગયો છે. કર્ણાટક સરકારે ખેડૂતોને અલ્‍ટીમેટ આપી મરચાનો પાક ન લેવા માટે ખેડૂતોને સમજાવેલ વાયરસને કારણે કર્ણાટક સરકારે ખેડૂતોને સમજાવેલ હતા મરચામાં પાક નિષ્‍ફળ હોય પાક વીમો પણ ન મળે. આંધ્ર અને કર્ણાટકમાં મરચા ખેડૂતોને કોઠે પડેલા છે બીજો પાક લેવા માટે કર્ણાટક.સરકારે જણાવેલ.

મોટાભાગે મરચાનું ઉત્‍પાદન આંધ્ર અને કર્ણાટકમાં હોય છે દેશ વિદેશોમાં ત્‍યાંથી જ સપ્‍લાય થાય છે . આંધ્ર કર્ણાટકમાં જુના માલ કોલ્‍ડ સ્‍ટોરેજમાં નથી  ફેબ્રુઆરી માર્ચમાં કેરી ફોરવર્ડ માટે કોલ સ્‍ટોરેજમાં મરચા રાખેલ હોય છે જે આ વર્ષે કોલ્‍ડ સ્‍ટોરેજ ખાલીખમ છે ગઈકાલ ખૂબ ભાવ હોવાથી લગભગ ખેડૂતોએ મરચાંનો વેપાર કરી નાખ્‍યો હોવાનું જાણવા મળે છે.

આ વર્ષે મરચાના પાકમાં વાયરસ એવો છે કે કંટ્રોલ કરવો મુશ્‍કેલ છે. ગઈ સાલ રેકોર્ડ બ્રેક મરચાના ભાવ હોવાને કારણે કર્ણાટક સરકારે અલ્‍ટીમેટ આપવા છતાં ખેડૂતોએ મરચાનું ઉત્‍પાદન તરફ વળ્‍યા છે. વેરાઈટી અને કાશ્‍મીરી ગઈ સાલ રેકોર્ડ બ્રેક ભાવ હતા હાલ કાશ્‍મીરી મરચાના ભાવ રૂા. ૪૦૦ થી ૪૫૦ રૂપિયા ૨૦ કિલોના છે. ૧૫ દિવસ પછી રિપોર્ટ આવશે .

મોચૂર કેટલું છે પછી ભાવ પાકા નક્કી થશે. કર્ણાટકનું  બિગાડત કાશ્‍મીરી મરચાનું હબ છે. કાશ્‍મીરી ડબ્‍બી જે મરચાની એક જાત છે તે ખૂબ કર્ણાટકનું ફેમસ મરચું ગણાય છે. તેમના ભાવ રૂા.૪૦૦ થી ૪૫૦ રૂપિયા છે. સપ્‍તાહમાં બે વખત હરાજી થાય છે સોમવારે અને ગુરુવારે ફેબ્રુઆરી માર્ચમાં લગભગ એક એક કલાક ગુણી.ની આવક હોય છે. અને તેમની હરાજી કર્ણાટક આંધ્રમાં થાય છે. કર્ણાટક મરચા ની જાત.૫૫૩૧ના ભાવ ૪૦૦ થી ૪૫૦, ૩૫૫=૪૦૦થી ૪૫૦ ઇન્‍ડો ફાઈવ ૩૫૦થી ૪૦૦ હાઈફાઈ ૪૨૫થી ૫૦૦.

આ બધી કર્ણાટક આંધ્રમાં મરચાના ઉત્‍પાદનની જાતના નામ છે. ગંટુર મરચાના ભાવ ૩૦૦૦ રૂપિયાથી ૩,૫૦૦ કર્ણાટક આંધ્રના કોસ્‍ટરોજ દ્વારા હવે નાના નાના ખેડૂતોને પણ ધિરાણ આપતુ હોવાનું જાણવા મળે છે. અગાઉ નાના ખેડૂતોને ધિરાણ ન આપતા હતા,  છેલ્લા બે વર્ષથી આ નાના ખેડૂતોને ધિરાણ આપવાનું કોલ્‍ડ સ્‍ટોરેજ વાળા એ ચાલુ કર્યું છે. ૫૦ થી ૧૦૦ બોરીવાળાને પણ ધિરાણ આપે છે. ખેડૂતોને પૈસાની અત્‍યંત જરૂર હોય ભાવ ન આવે એટલે કોલ્‍ડસ્‍ટોરેજમાં મૂકી ધિરાણ ઉપાડી લેતા હોય છે.

ગોંડલના મરચાં ભયંકર તેજી જોવા મળી રહી છે. ડબલ પટો મરચું ગોંડલનું જે માર્કેટિંગ યાર્ડમાં ૨૦૦ કિલો જ આવ્‍યું હતું તેમના ભાવ ૮૦૦૦ રૂપિયા ૨૦ કિલોના ઉપજ્‍યા. ગોંડલ માર્કેટ મરચાના ભાવ આસમાને જોવા મળે છે. ગોંડલ મરચાની જાત સાનિયા . ગઈ સાલ ૨૫૦૦થી ૩૦૦૦ રૂપિયા હતા. જ્‍યારે અત્‍યારે તેમના ભાવ ૫૫૦૦ રૂપિયાથી ૬,૫૦૦ છે. લગભગ ડબલ વધારો જોવા મળે છે.

રેવા તે પણ મરચાની જાત છે. ગઈ સાલ ૩૫૦૦ થી ૪૦૦૦ રૂપિયા હતા જે હાલના ભાવ ૫૫૦૦ રૂપિયાથી ૬૫૦૦ રૂપિયા છે. ૭૦૨ તે પણ મરચાની જાત છે. રૂા.૨૫૦૦ થી ૩૦૦૦ રૂપિયા ગઈ સાલ હતા હાલના ભાવ રૂા.૫,૦૦૦ થી ૬૦૦૦ રૂપિયા છે.

નીચામાં ફટકી તે પણ મરચા ની એક જાત છે વિશાલ રૂા.૫૦૦ થી ૮૦૦ રૂપિયા હતા જે હાલ ૧૦૦૦ થી ૨૫૦૦ રૂપિયા સુધીના વેપાર થાય છે.

(4:16 pm IST)