Gujarati News

Gujarati News

News of Friday, 25th November 2022

પ્રસંગોમાં અન્ન-પાણીનો બગાડ અટકાવજોઃ હિંમતભાઇ લાબડીયા

રાજકોટ, તા., ૨૪: જાણીતી ક્રાંતીકારી સંસ્‍થા યુથ ફોર ડેમોક્રોસી યુવા જાગૃતી અને લોકજાગૃતીના કાર્યો ઉપરાંત અનેકવિધ સમાજ ઉત્‍થાનની રચનાત્‍મક પ્રવૃતિઓ કરે છે. જેના ભાગરૂપે  લોકો દ્વારા ઉજવાતા સામાજીક પ્રસંગો  જેવા કે ધાર્મિક પ્રસંગો, ચુંટણી સમારંભો, લગ્ન સમારંભો, પાર્ટીઓ તેમજ મીટીંગોમાં મોટા પ્રમાણમાં અન્નનો અને પાણીનો બગાડ થતો જોવા મળે છે. આવો અન્નનો અને પાણીનો બગાડ થતો અટકાવીને તેનો સદઉપયોગ કરવા યુથ ફોર ડેમોક્રેસીના પ્રમુખ એડવોકેટ હિંમતભાઇ લાબડીયાએ જાહેર અપીલ કરેલ છે.

તહેવારો, ચુંટણી સમારંભો, લગ્ન સમારંભો, પાર્ટીઓ કે મીટીંગોમાં વધવા પામતા આવા અન્નને એકઠુ કરી ગરીબ લોકો માટે કામ કરતી સામાજીક સંસ્‍થાઓ અને એન.જી.ઓ. મારફત આવા વધેલા અન્નનું ગરીબ લોકોમાં વિતરણ થાય તે અંગે ઘટતી કાર્યવાહી કરવી જોઇએ. અનાજ અને પાણીનો બગાડ એ માનવ મુલ્‍યોનો પણ બગાડ છે.  અન્ન, પાણી અને વાણીનો ઉપયોગ યોગ્‍ય દિશામાં અને યોગ્‍ય હેતુ માટે થાય તે ખુબ જ જરૂરી છે તેમ યુથ ફોર ડેમોક્રેસીના પ્રમુખ  એડવોકેટ હિંમતભાઇ લાબડીયાએ હાર્ર્દિક અપીલ કરતા જણાવેલ છે.

(4:09 pm IST)