Gujarati News

Gujarati News

News of Friday, 25th November 2022

‘કરીબ'માં સંજીવનીએ પાંચ ગીતોમાં કંઠ આપેલઃ યાદગાર ગીતોના ખજાના સાથે રાજકોટ આવી રહી છે

તાલ- તરંગ કલબ દ્વારા અન્‍વેષા, સારિકા સીંઘ, સુદેશ ભોંસલે પછી હવે સંજીવનીનો જાદુ છવાઈ જશેઃ ૧૧ ડીસેમ્‍બર પહેલા જ મેમ્‍બર બની જાવ અને મનપસંદ બેઠક મેળવી લ્‍યો

રાજકોટઃ સંજીવની નામનો અર્થ થાય છે જીવન આપનાર. રામાયણમાં ભગવાન હનુમાનજી ‘સંજીવની બુટી' લાવે છે, જે એક ઔષધીય વનસ્‍પતિ છે અને બેભાન લક્ષ્મણજીને પુનર્જીવિત કરે છે. ગાયિકા સંજીવની ભેલાંદે પણ ગીતોની ઔષધીઓ વડે સંગીતની જડીબુટી વહેંચવાનું કામ કરે છે. શિક્ષણવિદોના ઉચ્‍ચ સંસ્‍કારી મહારાષ્ટ્રીયન પરિવારમાં જન્‍મેલા સંજીવનીએ એ ખૂબ જ નાની ઉંમરથી કળા તરફ કુદરતી ઝોક હતો. સંજીવનીના પિતાએ સંસ્‍કૃતમાં માસ્‍ટર્સ કર્યું હતું અને મહારાષ્ટ્ર રાજયના શિક્ષણ નિયામક તરીકે નિવૃત્ત થયા હતા જયારે તેમની માતા મુંબઈની પ્રતિષ્ઠિત કોલેજમાં અંગ્રેજીના લેક્‍ચરર તરીકે નિવૃત્ત થયા હતા. તમને જાણીને નવાઇ લાગશે પણ તેની માતાએ કહેલું કે સંજીવની બે વર્ષની ઉંમરની હતી ત્‍યારથી તેણી આખો સમય ગીતો ગાયા કરતી.

એક વખત તેના વિસ્‍તારમાં ગણેશોત્‍સવ હતો. ૭ વર્ષની ઉંમરે, જયારે સંજીવનીએ સ્‍થાનિક ગણેશોત્‍સવની ઉજવણીમાં ગાયું, ત્‍યારે તેમના પાડોશી શ્રીમતી ગાડગીલે તેમની માતાને કહ્યું કે તેમની નાની દીકરીનો અવાજ ખૂબ જ મધુર છે અને તેને સંગીતની તાલીમ લેવી જોઈએ. ત્‍યારથી, સંજીવનીએ ભારતીય શાષાીય સંગીતની ખંતપૂર્વક તાલીમ લેવાનું શરૂ કર્યું. તેણીએ સંગીતની ડિગ્રી માટે ભારતીય વિદ્યા ભવનની સંગીત શિક્ષાપીઠમાં જોડાયા. તેણીએ લખનૌની ભાતખંડે સંગીત વિદ્યાપીઠમાંથી સંગીત વિશારદ કર્યું. શાળાકીય અભ્‍યાસ અને સંગીતમાં સ્‍નાતક થયા પછી, સંજીવની સિડનહામ કોલેજ ઓફ કોમર્સમાં જોડાઈ. તેણીએ કોલેજમાં ઘણી સંગીત સ્‍પર્ધાઓ જીતી અને એક દિવસ ટેલિવિઝન મ્‍યુઝિક ગેમશો અંતાક્ષરી માટે ઓડિશન આપ્‍યું. સંજીવની તેના પ્રશિક્ષિત ગાયનને કારણે તુરતજ નજરે પડી અને ટૂંક સમયમાં તેને ટેલેન્‍ટ શો સારેગામામાં ભાગ લેવા આમંત્રણ આપવામાં આવ્‍યું. સંજીવનીએ સંગીતની સફર કરી અને આ ટેલેન્‍ટ શોની પ્રથમ સિઝન જીતી. સુપ્રસિદ્ધ સંગીત દિગ્‍દર્શક ખય્‍યામ સાહેબે સંજીવનીને સારેગામાની પ્રથમ વિજેતા જાહેર કરી હતી. ફિલ્‍મ નિર્માતા વિધુ વિનોદ ચોપરા અને તેમના ભાઈ સ્‍વર્ગસ્‍થ વીર ચોપરાએ તેમને તેમની ફિલ્‍મ કરીબના ગીતો ગાવા આમંત્રણ આપ્‍યું હતું. આ ફિલ્‍મમાં કુલ પાંચ ગીતો સંજીવની પાસે ગયા જેના માટે તેણીએ ખુબ પ્રશંસા મેળવી હતી.

 રીયાલિટી શો ઇન્‍ડસ્‍ટ્રીની સૌથી પહેલી વિજેતા ગાયિકા અનહદ લોકપ્રિયતા ધરાવનાર સંજીવની ભેલાંદે રાજકોટીયન્‍સ પર તેમના અવાજનો જાદુ કરવાના છે. આગામી ૧૧ ડિસેમ્‍બરે તેઓ રાજકોટ આવી રહ્યા છે. તેમના કંઠે લાજવાબ સદાબહાર  ગીતોને માણવાનો લ્‍હાવો ચૂકવા જેવો નથી. આ માટેનું સમગ્ર આયોજન રાજકોટ ખાતે બોલીવુડ ઇવેન્‍ટસ ‘તાલ તરંગ' સંસ્‍થાના ભારતીબેન નાયક સંભાળી રહ્યા છે. આ કાર્યક્રમનો લાભ મેળવી શકાય છે. આ સંસ્‍થામાં એક એક થી ચઢિયાતા બોલીવુડના ખ્‍યાતનામ ગાયકોના કાર્યક્રમો એક વર્ષમાં ૬ અપાશે પણ સભ્‍ય બનશે તેમને ૬ ઉપરાંત વધુ ૧ એટલેકે કુલ ૭ કાર્યક્રમ માણવા મળશે. સભ્‍યપદ કપલ અથવા ગ્રૂપમાં પણ લઇ શકાય છે. ‘તાલ તરંગ' માં જોડાવા બોલીવુડ ઇવેન્‍ટ્‍સના ભારતીબેન નાયક (૯૮૯૨૬ ૨૫૭૬૮) નો સંપર્ક કરી શકાય છે.

 

તમામ પ્રકારના મ્‍યુઝિકલ શો- ઈવેન્‍ટસમાં ઓલ બોલીવુડ ઈવેન્‍ટના ભારતી નાયકનું અદ્દભુત પ્રભુત્‍વઃ કોઈપણ પ્રસંગોએ ઈવેન્‍ટ્‍સ આયોજન માટે જરૂરથી સંપર્ક કરો

બર્થ ડે પાર્ટીઝ, ગુજરાતી ગીતોની રમઝટ, દાંડિયા રાસ, ટ્રેડીશનલ વેડીંગ સોન્‍ગસ, લગ્ન - સગાઇ સહિતના પ્રસંગોએ સંગીત સંધ્‍યા, ઇન્‍ડીયન કલાસીકલ સોંગ્‍સ, ગઝલ, એવોર્ડ ફંકશનો, ફંડ રેઇઝીંગ શોઝ, તમામ પ્રકારના મ્‍યુઝીકલ શો (સંપર્ક : ભારતી નાયક : ૬૩૫૨૮ ૪૧૪૫૧ / ૯૮૯૨૬ ૨૫૭૬૮ / ૭૪૩૫૦ ૪૪૭૨૧)

(4:07 pm IST)