Gujarati News

Gujarati News

News of Friday, 25th November 2022

પુત્રવધુને દહેજ સંબંધે ત્રાસ આપવાનાગુનામાંથી સાસરીયાનો નિર્દોષ-છૂટકારો

રાજકોટ તા. રપઃ વહુને ત્રાસ આપવાના અને દહેજ માંગવાના ગુન્‍હામાંથી સાસરીયાઓનો છુટકારો અદાલતે ફરમાવેલ છે.

અત્રે ખોડીયાર પાર્ક-૧ ધોળકીયા સ્‍કુલ પાસે રહેતી મીનાબેન મનોજભાઇ સોલંકીએ તેના પતિ મનોજભાઇ, સસરા રમણીકભાઇ, સાસુ વિજયાબેન, જેઠ જીતેન્‍દ્રભાઇ અને જેઠાણી પુજાબેન બધા રહે રાજકોટવાળા સામે સાસરીયા ત્રાસ આપતા હોય દહેજ માંગતા હોય તે બાબતે પોલીસમાં ફરીયાદ આપેલી પોલીસે સાસરીયાવાળાઓ સામે આઇ.પી.સી. કલમ-૪૯૮(ક), ૩ર૩, પ૦૪, પ૦૬(ર), ૧૧૪ તથા દહેજ પ્રતિબંધક ધારા કલમ ૩,૪ના કાયદેસર કાગળીયા કરી પાંચય આરોપીઓની અટક કરી મેજીસ્‍ટ્રેટ કોર્ટમાં ચાર્જશીટ કરેલું.

આ કામે મેજીસ્‍ટ્રેટ કોર્ટમાં મીનાબેન, મંજુબેન લખમણભાઇ, જીજ્ઞાબેન, દિલીપભાઇ તથા દિવ્‍યેશભાઇ સાહેદોને ફરીયાદ પક્ષે રજુ કરેલા તે બધા સાક્ષીઓએ મીનાબેનને સાસરીયા હેરાન કરેલ છે તેવું સ્‍પષ્‍ટ શબ્‍દોમાં જણાવેલું હતું પરંતુ આ કામના આરોપીના વકીલશ્રીએ સાહેદોની ઉલટ તપાસમાં સૌ ઘરમાં થતું હોય એવું મેણાટોણા ન કહેવાય એવી ઉલટ કરેલી ત્‍યારબાદ આરોપીના વકીલશ્રી નામદાર સુપ્રીમ કોર્ટ અને દિલ્લી હાઇકોર્ટના ચુકાદાઓ રજુ કરેલા હતા. અને મેણાટોણા સામાન્‍ય સ્‍વરૂપના ગણાતા એવા કે જેનાથી ગુન્‍હો બનતો નથી એવી રજુઆત કરેલી કે નામદાર સર્વોચ્‍ચ અદાલતોએ ઠરાવેલ સિધ્‍ધાંત આવા સુલક મેણાટોણાથી ગુન્‍હો બનતા નથી ખરેખર ગૃહખાતાએ આવાસ્ત્રીને મેણાટોણા મારવાના કેસની નોંધવામાં સાવચેતી રાખવી જોઇએ તેમ તેઓશ્રીએ દલીલમાં વિશેષમાં જણાવેલ કે આવા કેસ થવાથી પતિ પત્‍નિના લગ્ન જીવનમાં વિસંવાદ થાય છે. અને તેની અસર સમાજ ઉપર પણ થાય છે. એટલે નજીવા કારણથી કેસોથી દુર રહેવું જોઇએ બન્‍ને પક્ષકારોની દલીલો સાંભળી મેજીસ્‍ટ્રેટશ્રી એમ. જે. બ્રહ્મભટ્ટે ફોજદારી કાયદાની એક-એક કલમ જણાવી પુરાવાની વિસ્‍તૃત છણાવટ કરી અને સાસરીયા ઉપર કરવામાં આવેલા આરોપ સાબિત થતા નથી. તેમ ઠરાવી આરોપીઓને ફોજદારી કાર્યવાહીમાંથી મુકત કરવા હુકમ ફરમાવેલો હતો. આ કામમાં બચાવપક્ષે એડવોકેટશ્રી કે. ડી. ચૌહાણ રોકાયેલા હતા

(4:50 pm IST)