Gujarati News

Gujarati News

News of Friday, 25th November 2022

નિવૃત રેલવેના કર્મચારી સુશીલાબેનનું રૂા.૧૯ હજારની મતા ભરેલુ પર્સ ટ્રેનમાંથી ચોરાયુ : મેહુલ પકડાયો

મુંબઇના સુશીલાબેન પતિ સાથે વેરાવળથી મુંબઇ જતા હતા : આર.પી એફના સ્‍ટાફે નાનામવા ચોકડી ભારતનગરના શખ્‍સને દબોચ્‍યો

રાજકોટ,તા.૨૫ : વેરાવળથી બ્રાંન્‍દ્ર ટર્મીનસ સુધી સૌરાષ્‍ટ્ર જનતા ટ્રેનમાં મુસાફરી કરતા રેલવેના નિવૃત મહિલા કર્મચારીનું રોકડ સહિતની રૂા. ૧૯,૨૦૦ની મતા ભરેલુ પર્સની ચોરી કરનાર રાજકોટના શખ્‍સને આર.પી.એફના સ્‍ટાફે પકડી લીધો હતો.

મળતી વિગત મુજબ મુંબઇના પાલઘરના પヘમિ વસઇ સુયોગનગર પાસે, મુલના રોડ, રાજહંસ ક્ષિતીજ હાઉસીંગ કોમ્‍પ્‍લેક્ષ આયરીસ એ-૭૦૫માં રહેતા નિવૃત રેલવેના કર્મચારી સુશીલાબેન રોહીતકુમાર ભદોન  (ઉ.વ. ૬૬)એ રાજકોટ રેલવે પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્‍યું છે કે, ગઇકાલે પોતે પતિ સાથે વેરાવળ બ્રાંન્‍દ્રા ટર્મીનસ સૌરાષ્‍ટ્ર જનતા એક્‍સપ્રેસ ટ્રેનમાં વેરાવળથી બ્રાંન્‍દ્રા ટર્મીનસ સુધી મુસાફરી કરતા હતા અને પોતે સીટ નં.-૩  પર સુતા હતા એન પોતાની પાસેનું બ્‍લુ કલરનું લેડીસ પર્સ પોતાની પાસે રાખ્‍યું હતું. દરમ્‍યાન પોતે ઉઠયા ત્‍યારે પોતાનું પર્સ ક્‍યાંય જોવા ન મળતા પોતે રોહિતભાઇને જાણ કરતા તેણે પોતાના મોબાઇલ ફોનમાં ફોન કરતા એક અજાણ્‍યા શખ્‍સે ફોન ઉપાડીને વાતચીત કર્યા બાદ ફોન સ્‍વીચઓફ કરી નાખ્‍યો હતો. ત્‍યારબાદ પોતાને રેલવેના કોચ એટેન્‍ડન્‍ટે જાણ કરેલ કે પોલીસે એક વ્‍યકિતને મોબાઇલ ફોન સાથે પકડેલ છે. તેવું જાણવા મળેલ અને પોતે પોતાની પુત્રી દિવ્‍યાનો સંપર્ક કરતા તેણે પોતાના મોબાઇલ ફોન ઉપર સંપર્ક કરતા આર.પી.એફ. રવી મીનાએ ફોન ઉપાડેલ જણાવેલ કે ‘ તમારો મોબાઇલ ફોન, રોકડા, ડેબીટકાર્ડ, રેલવે પાસ, આધારકાર્ડ, રેલવેનું આઇકાર્ડ સાથેનું પર્સ સાથે એક શખ્‍સ પકડાયો છે જે હાલમાં રાજકોટ ભક્‍તિ નગર રેલવે સ્‍ટેશન  ખાતે આર.પી.એફ. ઓફીસમાં છે.' તેમ જણાવ્‍યું હતું. પોતે વાંકાનેર રેલવે સ્‍ટેશનેથી પરત રાજકોટ ભક્‍તિનગર રેલવે સ્‍ટેશને ગયા ત્‍યારે ત્‍યાં આર.પી. ઓફીસમાં પોલીસે મેહુલ સંજયપરી ગોસ્‍વામી(ઉવ.૩૦) (રહે નાનામવા) નામના શખ્‍સને પકડી લીધો હતો. આ અંગે રેલવે પોલીસે તપાસ હાથ ધરી છે.

(4:50 pm IST)