Gujarati News

Gujarati News

News of Friday, 25th November 2022

રોકાણકારોની એક કરોડ ૯૬ લાખ ઓળવી જવાના ગુનામાં આરોપીઓને જામીન મંજુર

રાજકોટ તા.૨૫: રાજકોટ શહેર એ ડીવીઝન પોલીસ સ્‍ટેશન દ્વારા રૂા.૧,૯૫,૯૪,૮૦૦/- ની રકમની છેતરપીંડી અને વિશ્વાસૅઘાત સબબ ભારતીય દંડ સંહીતા તેમજ જી.પી.આઇ.ડી એકટ મુજબ તા.૨૦/૬/૨૦૨૨ના રોજ ફરિયાદ નોંધવામા આવેલ હતી અને જ ેસબબ પોલીસ દ્વારા આરોપી સાહીદભાઇ આમદભાઇ ગીગાનીની ધરપકડ કરવામાં આવેલ હતી દરમિયાન આ કેસમાં ચાર્જશીટ થઇ જતા આરોપીઓને જામીન મુકત થવા સેસન્‍શ કોર્ટ સમક્ષ અરજી કરતા અદાલતે જામીન અરજી મંજુર કરી હતી

આ કેસની ટુકમાં હકીકત એવી છે કે આ કામના ફરિયાદી કમલેશભાઇ માધુભાઇ ભટ્ટી રહેવાસી રાજકોટ રામનાથપરાની ફરિયાદ મુજબ અસ્‍માબેન રજાકભાઇ કાસમાણી તથા દેવીબેન માવજીભાઇ રાઠોડે બંનેએ સન ૨૦૧૯મા સ્‍ટાર ગ્રુપ આયોજિત ઇનામી ધમાકા નામની સ્‍કીમ બહાર પાડેલ હતી જેમાં કુલ સભ્‍યોની સંખ્‍યા ૧૪૦ જેમા કુલ રૂપિયા એકલાખ ભરવાના હતા અને વીસ માસના અંતે રૂપિયા બે લાખ મળવા પાત્ર હતા તેમજ અન્‍ય બીજી સ્‍કીમ ૫૦૦ સભ્‍યોની હતી જેમા માસિક ૩૬૦૦ના કુલ ૪૦ હાપ્તા ભારવાના હતા અને ૧.૬૦ લાખ પરત મળશે તેમ જણાવેલ હતુ તેમજ અલગ અલગ એજન્‍ટો મારફત આ સ્‍કીમમાં લોકો પાસેથી રોકાણ કરાવવામાં આવતું અને સમયાંતરે ડ્રો ગોઠવવામાં આવતો હતો અને આ ડ્રોમાં નાણા એક કે બે વર્ષમાં જ ડબલ થઇ જશે તેવી લોભામણી જાહેરાતો કરવામાં આવતી હતી અને આ રીતે રોકાણકારો પાસેથી ખૂબ જ મોટી રકમ ભેગી કરી પોતાના માટે મિલકત ખરીદ કરી લીધેલ હતી જયારે રોકાણકારો દ્વારા પોતાના પૈસા પરત માંગવામાં આવેલ ત્‍યારે આ લોકો દ્વારા રોકાણકારોને ખોટા વચન અને વિશ્વાસ આપી તેમની રકમ પરત ચૂકવેલ નહીં અને આ રીતે આરોપીઓ દ્વારા રોકાણકારોના કુલ ૧.૯૬ કરોડ જેવી માતબર રકમ ઓળવી ગયેલ હોય જે મતલબની વિગતવાર ફરિયાદ એ ડીવીઝન પોલીસ સ્‍ટેશનમાં કુલ સાત ઇસમો સામે નોંધાવવામાં આવેલ હતી.

 આ કામે આરોપી સાહીદભાઇ આમદભાઇ ગીગાની ધરપકડ કરેલ હતી અને રાજકોટ નામદાર સ્‍પેશ્‍યલ જી.પી.આઇ.ડી.કોર્ટ સમક્ષ રજુ કરવામાં આવેલ હતા અને આરોપીને જયુડીસ્‍યલ કસ્‍ટડીમાં મોકલવાનો હુકમ ફરમાવેલ હતો અને ત્‍યારબાદ ચાર્જશીટ થયા બાદ આરોપીએ પોતાના એડવોકેટ શ્રી મારફત જામીન મુકત થવા રાજકોટની સેસન્‍સ કોર્ટમા અરજી સંદર્ભે હાઇકોર્ટે તેમજ  સુપ્રીમ કોર્ટના ચુકાદાઓ ધ્‍યાનમાં રાખી સેસન્‍સ કોર્ટ દ્વારા આરોપીઓને જામીન મુકત કરવાનો હુકમ ફરમાવેલ હતો. આ કામે આરોપીઓ વતી રાજકોટના એડવોકેટશ્રી રણજીત એમ.પટગીર, સાહિસ્‍તાબેન એસ.ખોખર, તેમજ આસીસ્‍ટન્‍ટ તરીકે દયા કે.છાયાણી, મીતલ આર.ખખ્‍ખર અને અમાનખાન આર.પઠાણ રોકાયેલ હતા

(3:36 pm IST)