Gujarati News

Gujarati News

News of Friday, 25th November 2022

પી.જી.વી.સી.એલના વિજ ચોરીના પાંચ કેસોમાં આરોપીનો નિર્દોષ છુટકારો ફરમાવતી કોર્ટ

રાજકોટ તા.૨૫: પી.જી.વી.સી.એલ.એ વીજચોરીમાં પકડેલ આરોપી સામેના પાંચ(૫) કેસમાં આરોપીને નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ રાજકોટ સેશન્સ કોર્ટ દ્વારા કરવામાં આવેલ છે.

આ કેસની વિગત મુજબ કવાટર નં.૫૩ દાવલશા મંઝીલ પોપટપરા રાજકોટ ખાતે રહેતા આરોપી બોદુભાઇ અબ્દુલભાઇ કુરેશી વિરૃધ્ધ પી.જી.વી.સી.એલ એ વીજ વપરાશ અંગેનું બીલના ભરેલ હોય પી.જી.સી.વી.એલ.એ તેમનું ઔધોગિક હેતુસરનું વીજ કનેકશન કાપી નાખેલ હોવા છતા આરોપીએ એલ.ટી.ેલાઇનમાંથી ડાયરેકટ વીજજોડાણ કરી ઘરવપરાશ માટે ગેરકાયદેસર રીતે વીજ વપરાશ કરેલ હોય તા.૨૬.૭.૨૦૦૭ના રોજ, તા.૧૭.૧૦.૨૦૧૩ના રોજ, તા.૨૮.૧૧.૨૦૧૩ના રોજ, તા.૧૩.૯.૨૦૧૪નાં રોજ, તા.૯.૬.૨૦૧૫ના રોજ વીજ ચોરી કરતા આરોપીને પકડેલ હોય આરોપી વિરૃધ્ધ અલગ અલગ તારીખના રોજ અલગ અલગ પાંૅચ ફરિયાદ કરેલ હતી, જે ફરિયાદનાં આધારે પોલીસે તપાસ કરી તપાસને અંતે આરોપી વિરૃધ્ધ પુરતો પુરાવો મળી આવેલ હોય કોર્ટમાં ચાર્જશીટ ફાઇલ કરેલ હતું.

આ કામે કોર્ટમાં ફરિયાદ પક્ષે ફરિયાદ કરનાર પી.જી.વી.સી.એલ.ના અધિકારી શ્રી, પંચરોજકામ કરનાર પી.જી.વી.સી.એલ.ના અધિકારી શ્રી, પોલીસ સાક્ષી તેમજ તપાસ કરનાર અધિકારીને તપાસેલ હતા. તમામ સાક્ષીઓની ઉલટ તપાસ, તેમજ આખરમાં કરવામાં આવેલ દલીલોને ધ્યાને લઇને તમામ પુરાવાનું મુલ્યાકન કર્યા બાદ ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ કોર્ટે આરોપીના એડવોકેટની દલીલો ધ્યાને લઇ આરોપીને નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કરેલ છે. આ કામે આરોપી તરફે એડવોકેટ દેવાંગ અનંતરાય ત્રિવેદી રોકાયેલ હતા

(3:34 pm IST)