Gujarati News

Gujarati News

News of Friday, 25th November 2022

ઘઉંમાં પણ તેજી ૧૫ થી ૨૦ દિવસમાં ૨૦૦ રૂા. વધ્‍યા

ઘઉંમાંથી બનતી વસ્‍તુઓ બ્રેડ, બિસ્‍કીટ, ચકી આટા વિગેરેમાં પણ ભાવમાં વધારો

રાજકોટઃ ઘઉંમા પણ આગ ઝરતી તેજી જોવા મળી રહી છે. એફસીઆઇ ગોડાઉન ખાલી ખમ થઇ ગયા છે. હાલમાં ઘઉંના ક્‍વિન્‍ટલના ૨૬૦૦થી ૨૬૫૦ રૂપિયા ભાવ છે જે ૨૦ દિવસ પહેલા ૨૪૦૦ રૂપિયાથી ૨૫૦૦રૂપિયા હતા. કોરોનામાં ગરીબોને ઘઉં ફ્રી આપવાથી એફસીઆઇ ગોડાઉન ખાલી હોવાના રિપોર્ટ જાણવા મળે છે.

ઘઉંના ભાવ વધવાથી ઘઉંની પ્રોડક્‍ટ બનતી તમામ વસ્‍તુઓ જેમકે બ્રેડ, બિસ્‍કીટ, મેંદો, ચકી આટો આ તમામ વસ્‍તુઓ મોંઘી થઇ છે.

મિલરો પાસેથી માહિતી જાણવા મુજબ ૨૬૦૦ થી ૨૭૦૦ રૂપિયા કિવન્‍ટલના. ટુકડા ૨૭૦૦ થી ૨૮૦૦ કવીટર ના ભાવ  અત્‍યારે ચાલે છે. છેલ્લા દિવસ ૨૦ દિવસમાં ૨૦૦ રૂપિયા જેટલો વધારો આવ્‍યો છે.

ગવર્મેન્‍ટ પાસે ત્રણ વર્ષનો બફર સ્‍ટોક હોય છે જે આ વર્ષે એ સ્‍ટોકમાંથી ઘણો ઓછો સ્‍ટોક છે એવું એવું ઘઉંના. વેપારી માહિતગારો પાસેથી જાણવા મળ્‍યુ છે. જો કે તાજેતરમાં ઇમ્‍પોર્ટ ડયુટી ઘઉં પરથી ઉઠાવી લેવામાં આવી છે. ઘઉંના ભાવ નિયંત્રણ લેવા માટે. હવે જોવાનું રહ્યું ઘઉંના ભાવ ક્‍યારે ઘટશે...

(3:21 pm IST)