Gujarati News

Gujarati News

News of Friday, 25th November 2022

દર્શીતાબેન અને રમેશભાઇએ રાજકોટ લોહાણા મહાજનના અગ્રણીઓ અને શ્રેષ્‍ઠીઓની શુભેચ્‍છા મુલાકાત લીધી

રાજયના સર્વાંગી ઉત્‍કર્ષ માટે મતદાન અનિવાર્ય હોવાનો સૂરઃ ૧લી ડીસેમ્‍બરે તમામ કામ પડતા મૂકી મતદાન કરવા હાકલ : મહાજન પ્રમુખ રાજુભાઇ પોબારૂના જનકલ્‍યાણ સોસાયટી ખાતેના નિવાસસ્‍થાને બંને ઉમેદવારો ઉપરાંત સાંસદ રામભાઇ મોકરીયા, શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઇ મીરાણી, કોર્પોરેટર મનિષભાઇ રાડીયા, લોહાણા મહાજનના હોદેદારો-ટ્રસ્‍ટીઓ સહિતના આગેવાનો હાજર રહ્યાઃ અન્‍ય સમાજના હોદે્દારો-આગેવાનો પણ જોડાયા : ‘રઘુવંશી સમાજને રાજકીય રીતે પૂરતું અને યોગ્‍ય પ્રતિનિધિત્‍વ મળવું જોઇએ', તેવી લાગણી રાજુભાઇ પોબારૂએ વ્‍યકત કરી

રાજકોટ વિધાનસભા ૬૯ અને ૭૦ ની સીટ ઉપર ચૂંટણી લડતા ભાજપના ઉમેદવારો ડો. દર્શીતાબેન શાહ અને શ્રી રમેશભાઇ ટીલાળાને શુભેચ્‍છા મુલાકાત દરમ્‍યાન પોતાના નિવાસ સ્‍થાને આવકારતા લોહાણા મહાજનના પ્રમુખશ્રી રાજુભાઇ પોબારૂ તસ્‍વીરમાં નજરે પડે છે.  રાજકોટ લોહાણા મહાજનના ટ્રસ્‍ટીઓ, અન્‍ય સમાજોના હોદેદારો-આગેવાનો પણ હાજર રહ્યા હતાં. રાજયસભાના સાંસદ શ્રી રામભાઇ મોકરીયા, રાજકોટ શહેર ભાજપ પ્રમુખશ્રી કમલેશભાઇ મીરાણી, કોર્પોરેટર  શ્રી મનિષભાઇ રાડીયા સહિતના આગેવાનોની વિશેષ ઉપસ્‍થિતિ રહી હતી. અનન્‍ય જ્ઞાતિ સેવા બદલ શ્રી કમલેશભાઇ મીરાણીએ રાજુભાઇ પોબારૂને પણ મીઠુ મોઢુ કરાવ્‍યું હતું જે તસ્‍વીરમાં નજરે પડે છે.

રાજકોટ તા. રપ :.. ગુજરાત વિધાનસભાની ચંૂટણી ર૦રર  માટે મતદાન આડે હવે ગણત્રીના દિવસો રહ્યા છે અને મુખ્‍ય પક્ષોના ઉમેદવારો સહિત તમામ ઉમેદવારો પૂરજોશમાં પોતાનો પ્રચાર કરી રહ્યા છે. ગુજરાત અને ભારતના ઇતિહાસમાં વર્ષોથી રાજકોટ એક મહત્‍વનું પોલિટીકલ જંકશન ગણાઇ રહ્યું છે.

સમગ્ર રાજકોટમાં રઘુવંશીઓની અંદાજે  અઢી લાખ જેટલી વસ્‍તી છે ત્‍યારે વિધાનસભા -૬૯ અને ૭૦ (રાજકોટ-ર અને ૩) ની સીટ ઉપરથી આ વખતે ધારાસભાની ચૂંટણી લડતા ભાજપના સત્તાવાર ઉમેદવારો ડો. દર્શીતાબેન શાહ અને શ્રી રમેશભાઇ ટીલાળાએ ગઇકાલે રાજકોટ લોહાણા મહાજનના પ્રમુખ, હોદેદારો, ટ્રસ્‍ટીઓની શુભેચ્‍છા મુલાકાત લીધી હતી.

લોહાણા મહાજનના પ્રમુખશ્રી રાજુભાઇ પોબારૂના નિવાસ સ્‍થાને આ શુભેચ્‍છા મુલાકાત દરમ્‍યાન રાજયસભાના સાંસદ શ્રી રામભાઇ મોકરીયા, રાજકોટ શહેર ભાજપ પ્રમુખશ્રી કમલેશભાઇ મીરાણી, કોર્પોરેટર અને સ્‍ટેન્‍ડીંગ કમીટીના સભ્‍ય શ્રી મનિષભાઇ રાડીયા, ભાજપ મહિલા અગ્રણી શ્રીમતી કાશ્‍મીરાબેન નથવાણી વિગેરે હાજર રહ્યા હતાં. રાજકોટ લોહાણા મહાજનના હોદેદારો-ટ્રસ્‍ટીઓ શ્રીમતી રીટાબેન કોટક, ડો. હિમાંશુભાઇ ઠક્કર, ધવલભાઇ ખખ્‍ખર, કિશોરભાઇ કોટક, જીતુભાઇ ચંદારાણા, હિરેનભાઇ ખખ્‍ખર, ડો. આશીષભાઇ ગણાત્રા, રંજનબેન પોપટ સહિતના આગેવાનો પણ હાજર રહ્યા હતાં.

વેપાર-વાણિજય ક્ષેત્રે આગવી સૂઝબુઝ ધરાવતા વિશાળ અને ખમીરવંતા રઘુવંશી સમાજને રાજકીય રીતે પૂરતુ અને યોગ્‍ય પ્રતિનીધિત્‍વ મળવું જોઇએ તેવી લાગણી લોહાણા મહાજન પ્રમુખશ્રી રાજુભાઇ પોબારૂએ શુભેચ્‍છા મુલાકાત દરમ્‍યાન વ્‍યકત કરી હતી. આ સંદર્ભે હાજર રહેલ રાજયસભાના સાંસદ શ્રી રામભાઇ મોકરીયાએ તુરત જ હકારાત્‍મક પ્રતિભાવ આપી મહાજન પ્રમુખ રાજુભાઇ પોબારૂની લાગણીને વ્‍યાજબી ગણાવીને યોગ્‍ય કરવાની ખાતરી આપી હતી.

સમાજના સર્વાંગી ઉત્‍કર્ષ માટે સૌને સાથે રાખીને ચાલતા લોહાણા મહાજન  પ્રમુખશ્રી રાજૂભાઇ પોબારૂના નિવાસ સ્‍થાને ભાજપના ઉમેદવારો ડો. દર્શીતાબેન શાહ અને શ્રી રમેશભાઇ ટીલાળાની શુભેચ્‍છા મુલાકાત દરમ્‍યાન અન્‍ય સમાજના અને સંસ્‍થાઓના હોદેદારો, આગેવાનો પણ જોડાયા હતાં. જેમાં રાજકોટ કેળવણી મંડળના ઉપપ્રમુખશ્રી નવીનભાઇ ઠકકર, કાઠીયાવાડ નિરાશ્રિત બાલાશ્રમના ટ્રસ્‍ટીઓ ડો. રાજુભાઇ કોઠારી, શ્રી યોગેન્‍દ્રભાઇ મહેતા, શ્રી હરેશભાઇ મહેતા, રઘુવંશી સમાજના શ્રેષ્‍ઠી અને રઘુવંશી પરિવારના શ્રી હસુભાઇ ભગદેવ, પરેશભાઇ વિઠ્ઠલાણી,  ઉપરાંત જાણીતા ઉદ્યોગપતિ શાંતુભાઇ રૂપારેલીયા, મિતલભાઇ ખેતાણી, બકુલભાઇ નથવાણી, રાજકોટ ચેમ્‍બર ઓફ કોમર્સના પ્રમુખ શ્રી વી. પી. વૈષ્‍ણવ, મંત્રીશ્રી પાર્થભાઇ ગણાત્રા, રોટરી કલબના પૂર્વ પ્રમુખશ્રી મેહુલભાઇ અરવિંદભાઇ નથવાણી, પૂર્વ કોર્પોરેટર, સમાજ શ્રેષ્‍ઠી શ્રી કશ્‍યપભાઇ શુકલ, ઉપરાંત રમેશભાઇ પટેલ, હરેશભાઇ વોરા, દર્શનભાઇ મહેતા, અરૂણાબા ચુડાસમા, જનકલ્‍યાણ સોસાયટીના હોદેદારો શ્રી જયસુખભાઇ ઘોડાસરા, જીવણભાઇ પટેલ, ભરતભાઇ શાહ, તુષારભાઇ પટેલ, દિપકભાઇ સંતોકી, સુરેશભાઇ પાલા સહિતના આગેવાનોએ હાજરી આપી હતી.

ઉપરાંત સમાજ અગ્રણીઓ શ્રી છબીલભાઇ પોબારૂ, ઘનશ્‍યામભાઇ રાચ્‍છ, મહેશભાઇ રાચ્‍છ, સંજયભાઇ રાચ્‍છ, મયુરભાઇ સેજપાલ, કલ્‍પેશભાઇ ગણાત્રા, શૈલીબેન ગણાત્રા, જયંતભાઇ સેજપાલ, રત્‍નાબેન સેજપાલ, કિશોરભાઇ કોટેચા, હિતેનભાઇ પારેખ (દક્ષિણી), મનિષાબેન પારેખ વિગેરે હાજર રહ્યા હતાં.

શુભેચ્‍છા મુલાકાત અને બેઠક દરમ્‍યાન હાજર રહેલ વિવિધ હોદેદારો-અગ્રણીઓએ લોકશાહીનું જતન કરવા અને મહત્‍વ વધારવા તથા રાજયના સર્વાંગી વિકાસ માટે મહત્તમ મતદાન થાય તેને અનિવાર્ય બાબત ગણાવી હતી. વિધાનસભાની ચૂંટણીમાં સમગ્ર ગુજરાત રાજયમાં બે તબકકે મતદાન રાખવામાં આવ્‍યું છે, જેમાં રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં ૧ ડીસેમ્‍બર અને અન્‍ય ભાગોમાં પ ડીસેમ્‍બર, ર૦રર ના રોજ મતદાન રાખેલ છે. ૮ ડીસેમ્‍બરે પરિણામ જાહેર થશે.

(4:34 pm IST)