Gujarati News

Gujarati News

News of Thursday, 24th November 2022

મતદાનની પવિત્ર ફરજ સમજી વિચારીને બજાવજો

તંત્રીશ્રી,

એક તરફ સરહદો સાચવવા માટે જવાનો જોખમ ખેડીને રાત દિવસ ફરજ બનાવી રહ્યા છે. તેમ છતા તેમને પેન્શનના હકદાર ગણવામાં આવતા નથી. વળી નોકરીમાં જોડાતા પહેલા તેઓ કોઇ ફોજદારી ગુન્હામાં સંડોવાયેલા નથી તેવું પણ ચકાસવામાં આવે છે. જયારે ચુંટણીમાં દાવેદારી નોંધાવવા કોઇ માપદંડ નહીં. ઉમેદવારોને કોઇ શરત લાગુ પડતી નથી. અશિક્ષિત અને ગુન્હેગાર હોવા છતા ટીકીટ  મેળવી નેતા બની જાય છે. વળી તગડા લાભો પણ તેમને મળવા લાગે છે. જીવનભર પેન્શનનું સાલીયાણું પણ બંધાય જાય છે. આ બાબતે કેમ કોઇ વિચારતુ નથી. ત્યારે હવે મતદારોએ જાગવાની જરૃર છે. યોગ્ય ઉમેદવાર ચુંટવા એ મતદારના હાથમાં હોય છે. માટે મતદાનનું પવિત્ર કાર્ય કરતા પહેલા આ બધા મુદ્દા વિચારીને મતદાન કરજો. નહીં તો નોટાનો ઉપયોગ કરી લેવામાં કાંઇ ખોટુ નથી.

- રજનીકાન્ત પુજારા

મો.૯૮૨૪૦ ૭૧૦૦૨

(3:43 pm IST)