Gujarati News

Gujarati News

News of Thursday, 24th November 2022

દામનગરમાં શકિતસિંહ ગોહિલના હસ્‍તે વિરજીભાઇ ઠુંમરના ચૂંટણી કાર્યાલયનો પ્રારંભ : ભાજપ ઉપર પ્રહારો

રાજકોટ : લાઠી વિધાનસભા વિસ્‍તારમાં કોંગ્રેસના ઉમેદવાર વિરજીભાઈ ઠુંમરના મધ્‍યસ્‍થ ચૂંટણી કાર્યાલયનો પ્રારંભ રાજયસભાના સાંસદ શક્‍તિસિંહ ગોહિલના વરદ હસ્‍તે કરવામાં આવ્‍યો હતો આ તકે પૂર્વ ધારાસભ્‍ય ઠાકરસીભાઈ મેતળીયા,જિલ્લા પંચાયતના પૂર્વ સભ્‍ય જીતુભાઇ વાળા,પ્રદેશ મહિલા કોંગ્રેસના પ્રમુખ જેનીબેન ઠુંમર,જસમતભાઈ ચોવટિયા,બાવાલાલ હિરપરા,આંબાભાઈ કાકડીયા,સહિત કોંગ્રેસના જિલ્લા અને તાલુકાના અગ્રણીઓ અને મોટી સંખ્‍યામાં કાર્યકર્તાઓ ઉપસ્‍થિત રહ્યા હતા. અહીં લાઠી ખાતે ગોહિલવાડ ક્ષત્રિય સમાજ ની એક સભા રાજય સભાના સાંસદ શક્‍તિસિંહ ગોહિલના અધ્‍યક્ષ સ્‍થાને યોજાય હતી જેમાં મોટી સંખ્‍યામાં સમાજના અગ્રણીઓ તેમજ કોંગ્રેસના અગ્રણીઓ અને કાર્યકર્તાઓ ઉપસ્‍થિત રહ્યા હતા. દામનગર ખાતે આયોજિત ભવ્‍ય સભામાં રાજયસભાના સાંસદ શક્‍તિસિંહ ગોહિલ દ્વારા ભાજપ સરકારપર આકરા પ્રહાર કર્યા હતા.

(11:41 am IST)