Gujarati News

Gujarati News

News of Thursday, 25th November 2021

બેડી ફાટક પાસે પાટા ક્રોસ કરતી વખતે ટ્રેનની ઠોકરે અજાણ્યા પ્રૌઢનું મોત

રાજકોટ તા. ૨૫ : બેડી ગામ ફાટક પાસે પાટા ક્રોસ કરતી વખતે ટ્રેનની ઠોકરે ચડી જતા અજાણ્યા પ્રૌઢનું મોત નિપજ્યું હતું. મળતી વિગત મુજબ બેડી ગામ ફાટક પાસે પાટા ક્રોસ કરતી વખતે એક અજાણ્યો પ્રૌઢ (ઉ.વ. આશરે ૫૫) ગઇકાલે પાટા ક્રોસ કરતા હતા ત્યારે ટ્રેનની ઠોકરે ચઢી જતા તેને માથા તથા શરીરે ઇજા થતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા બાદ તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. બનાવની જાણ થતાં કુવાડવા રોડ પોલીસ મથકના પી.એસ.આઇ. એન.બી.ડાંગર સહિતે પ્રાથમિક કાગળો કર્યા હતા પરંતુ બનાવની હદ બી-ડીવીઝન પોલીસ મથક હેઠળના વિસ્તારની હોવાથી તપાસ બી-ડીવીઝન પોલીસ મથકના પીએસઆઇ પી.બી.ત્રાજીયાને સોંપવામાં આવી છે. જો કોઇ આ પ્રૌઢના સગા સંબંધી હોય તો બી-ડીવીઝન પોલીસ સ્ટેશન ફોન નંબર ૦૨૮૧-૨૭૦૬૦૧૮ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

(2:46 pm IST)