Gujarati News

Gujarati News

News of Wednesday, 25th November 2020

મેટોડા ભાઇની ખબર કાઢી વાહન ન મળવાથી પગપાળા રાજકોટ પહોંચેલા પરિવારને તાલુકા પોલીસે ઘરે પહોંચાડ્યો

કર્ફયુ પેટ્રોલીંગ દરમિયાન કટારીયા ચોકડીએ ડીસીપી મનોહરસિંહ જાડેજાએ પરિવાર પાસે સાચી વિગતો મેળવીઃ તાલુકા પીઆઇ જે. વી. ધોળા, પીએસઆઇ ડામોર અને ટીમે દંપતિ તથા બાળકોને ઘ્ર સુધી પહોંચાડ્યા

રાજકોટ તા. ૨૫: કોરોનાને કારણે અમલી બનેલા રાત્રીના ૯ થી સવારના ૬ સુધીના કર્ફયુનો અમલ પોલીસ કઇ રીતે કરાવે છે તેના લાઇવ દ્રશ્યો દરરોજ અકિલા ન્યુઝ ફેસબૂક લાઇવ દ્વારા રજૂ કરવામાં આવે છે. આ દરમિયાન પોલીસની કાર્યવાહીની સાથોસાથ એવા દ્રશ્યો પણ સામે આવે છે જે પોલીસની આકરી છબી સિવાયની લાગણીશીલ છબીને પણ ઉજાગર કરે છે. આકાશવાણી ચોકમાં રાત્રીના એસીપી પી. કે. દિયોરા, યુનિવર્સિટી પીઆઇ એ. એસ. ચાવડા, પીએસઆઇ એ. બી. જાડેજા અને ટીમ ફરજ પર હતાં ત્યારે એક રિક્ષા અચાનક બંધ પડી જતાં તેમાં એક મહિલા બેઠા હોઇ પોલીસે તપાસ કરતાં આ મહિલાને અકસ્માતે ઇજા થઇ હોઇ રાતે સિવિલમાંથી રજા અપાતાં રિક્ષા ભાડે કરી ઘરે જવા નીકળ્યા હતાં. પરંતુ અધવચ્ચે રિક્ષા બંધ પડતાં પોલીસ તેમની વહારે આવી હતી અને મહિલા દર્દીને બોલેરોમાં બેસાડી તેમના ઘરે પહોંચાડવા કાર્યવાહી કરી હતી. પોલીસની મદદથી મહિલા દર્દી ગદ્દગદિત થઇ ગયા હતાં. (ફોટોઃ સંદિપ બગથરીયા)

(3:30 pm IST)