Gujarati News

Gujarati News

News of Wednesday, 25th November 2020

એ.પી. પટેલ ટ્રસ્ટ અને ભગીની સંસ્થાઓ દ્વારા કેશુભાઇ પટેલને શ્રધ્ધા સુમન

અહીંના એસ્ટ્રોન સોસાયટીમાં આવેલ એ. પી. પટેલ એજયુ. એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા રાજયના પૂર્વ મુખ્યમંત્રીશ્રી કેશુભાઇ પટેલને શ્રધ્ધાંજલી અર્પવા એક સભા યોજવામાં આવી હતી. સંસ્થા અને ભગીની સંસ્થાઓ સરદાર પટેલ બોર્ડીંગ મવડી પ્લોટ, પટેલ કન્યા છાત્રાલય આટકોટ, ગોંડલ, ખામટા, ચાંદલી અને કાલાવડના પ્રતિનિધિઓએ ઉપસ્થિત રહી શ્રધ્ધા સુમન અર્પણ કર્યા હતા. આ શ્રધ્ધાંજલી સભામાં ભાજપના પૂર્વ સાંસદ અને સંસ્થાના પ્રમુખ શિવલાલભાઇ વેકરીયા, માનદ મંત્રી ગોવિંદભાઇ ખૂંટ, ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ, શામજીભાઇ ખુંટ, ગોપાલભાઇ અકબરી, રમેશભાઇ ટીલાળા વગેરેએ શાબ્દીક સંવેદના વ્યકત કરી કેશુબાપાની સ્મૃતિઓ તાજી કરી હતી. અરજણભાઇ રામાણી, જમનભાઇ તારપરા, વિઠ્ઠલભાઇ ધડુક, છગનભાઇ મોરડ, શિવાભાઇ ગઢિયા, ચંદુભાઇ વિરાણી, હરીભાઇ પરસાણા વગેરેએ પણ ઉપસ્થિત રહી કેશુબાપાને પુષ્પાંજલી અર્પણ કરી હતી.

(3:21 pm IST)