Gujarati News

Gujarati News

News of Wednesday, 25th November 2020

કર્ફયુમાં 'ડમડમ' થઇ બાઇક લઇને નીકળેલા ચાર શખ્સો પકડાયા

રાજકોટ,તા. ૨૫: કોરોના મહામારીના બીજા તબક્કામાં વધેલા સંક્રમણને કાબુમાં લેવા માટે સરકાર દ્વારા રાત્રી કર્ફયુ જાહેર કરવામાં આવતા શહેરમાં પોલીસ તેનો કડક અમલ કરાવી રહી છે. ગઇ કાલે રાત્રે પોલીસે જુદા જુદા ચાર વિસ્તારમાં દારૂ પી બાઇક પર નીકળેલા ચાર શખ્સોને પકડી લીધા હતા.

ભકિતનગર પોલીસ મથકના પીઆઇ જે.ડી.ઝાલા, એ.એસ.આઇ ફરીઝભાઇ શેખ, મનરૂપગીરી, સલીમભાઇ, ભાવેશભાઇ, વાલજીભાઇ, રણજીતસિંહ સહિત કર્ફયુ અંતર્ગત પેટ્રોલીંગમાં હતા. ત્યારે કોઠારિયા મેઇન રોડ પરથી દારૂ પી બાઇક લઇને નીકળેલા અશ્વિન કરશનભાઇ રાઠોડ (૨૮) (રહે. ન્યુ જાગનાથ સોસાયટી મૂળ હરીપર તા. બોટાદ)ને પકડી લીધો હતો. જ્યારે એ ડીવીઝન પોલીસ મથકના પીએસઆઇ જે.એમ.ભટ્ટ સહિતે ગોંડલ રોડ બોમ્બે હોટલ પાસેથી દારૂપી જીજે ૩જીએલ૬૩૭૪ નંબરનું બાઇક લઇને નિકળેલા પ્રદીપ જયસુખભાઇ રાજ્યગુરૂ (રહે. વિજય પ્લોટ શેરી નં. ૫)ને તથા કુવાડવા રોડ પોલીસ મથકના એએસઆઇ એચ.એમ.ઝાલા સહિતે નવા ગામ આણંદ પર પાસેથી સંજય  કાળુભાઇ ચારોલા (ઉવ. ૩૦) (રહે. માલીયાસણ)ને તથા પ્રનગર પોલીસ મથકના એ.એસ.આઇ કે.વી.માલવીયા અને પરાક્રમસિંહએ જવાહર રોડ આર.વર્લ્ડ સિનેમા પાસેથી તરૂણ અરૂણભાઇ સોઢા (ઉવ.૨૫) (રહે. બજરંગવાડી પુનીતનગર શેરી નં. ૬) ને દારૂ પીધેલી હાલતમાં પકડી લીધો હતો.

(2:36 pm IST)