Gujarati News

Gujarati News

News of Monday, 25th November 2019

જેઠવા રાજપૂત ક્ષત્રિય ગીરાસદાર સમાજનું સ્નેહમિલન

રાજકોટઃ જેઠવા રાજપૂત ક્ષત્રિય ગીરાસદાર સમાજના ભાઇઓ બહેનો તથા બાળકોનું સ્નેહમિલન સમારંભનું આયોજન ઓસમ પાઠક સ્કુલ ખાતે થયું હતું સમસ્ત જેઠવા રાજપૂતભાઇઓ બહેનો એકબીજાને ઓળખે પરિચય થાય સંબંધો સ્થપાય, તેમજ એકબીજાના સુખ દુઃખમાં સહ ભાગીદાર થાય તેવા શુભ હેતુથી આ સ્નેહમિલનનો કાર્યક્રમ રાખેલ હતો. પોરબંદર, છાંયા, જામનગર, ગોંડલ, રતનાલ કચ્છ, જુનાગઢ, જામજોધપુર વિગેરે સ્થળોએથી પણ આમંત્રીત જેઠવા રાજપૂત સમાજના ભાઇઓ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમ અગાઉ બાળકો માટે વિવિધ પાંચ સ્પર્ધાનું આયોજન રાખેલ હતું. જેઠવા રાજપૂત સમાજ પ્રમુખ કિશોરસિંહ જેઠવા (પાંાડાવદર) દ્વારા વેલકમ સ્પીચ દ્વારા શરૂઆતમાં ભવ્યદિપસિંહ રણજીતસિંહ જેઠવા, મોરાણા-(એમ.ડી.) ઓસમ પાઠક સ્કુલ, રાજકોટને આવો ભવ્ય સમારંભ ગોઠવી આપી સહયોગ આપવા બદલ આભાર વ્યકત કરેલ હતો. સ્નેહમિલન કાર્યક્રમમાં ડો. જયેન્દ્રિસિંહજી જાડેજા, એમ.ડી.અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ, પી.ટી.જાડેજા, હડમતીયા જંકશન, આંતર રાષ્ટ્રીય અધ્યક્ષ રાજપૂત યુવાસંઘ ગાયત્રીબા અશોકસિંહ વાઘેલા, ગુજરાત પ્રદેશ અધ્યક્ષ મહિલા (કોંગ્રેસ), યશવંતસિંહ રાઠોડ, સંકલ્પ શકિત મેગેઝીન, અશોકસિંહ વાઘેલા, એડવોકેટ, રાજભા મનુભા જેઠવા (વાછોડા) પોરબંદર રાજપૂત સમાજ પ્રમુખ કરણુભા હાલુભા જેઠવા, મોરાણા-અગ્રણી ઉદ્યોગપતિ ગોંડલ, કિરીટસિંહ જાડેજા મોટા ભેલા દિલીપસિંહ જેઠવા, પ્રમુખ નવાગામ ઘેડ રાજપુત સમાજ, નારૂભા બહાદુરસિંહ જેઠવા, મોરાણા-પૂર્વ સરપંચ, લખધીરસિંહ નવલસિંહ જેઠવા, પાંડાવદર-રીટાયર્ડ ડી.વાય.એસ.પી., એમ.એફ. જેઠવા, રીટાયર્ડ પી.આઇ. મોરાણા, પ્રવિણસિંહ જેઠવા,રીટાયર્ડ પી.આઇ.મોરાણા, સત્યજીતસિહ અનિરૂદ્ધસિંહ જાડેજા,  રીબડા, કિશોરસિંહ જેઠવા, (પાંડાવદર), જેઠવા રાજપૂત સમાજ રાજકોટ શહેર પ્રમુખ વિગેરે દ્વારા પ્રાસંગીક પ્રવચન તથા સ્પર્ધકોને શિલ્ડ પારિતોષીક ઇનામો આપી પ્રોત્સાહીત કરેલ હતા. ઉપરાંત પોરઠબંદરથી સુધીરસિંહ જેઠવા (મોરાણા) એડવોકેટ ધર્મેન્દ્રસિંહ જેઠવા (પાંડાવદરા) સરપંચ કૃષ્ણસિંહ જેઠવા (વાછોડા) શકિતસિંહ જેઠવા (પાંડાવદર), બળુભા જેઠવા (રોઝડા), જામનગરથી દિલીપસિંહ જેઠવા (હાથલા), બટુકસિંહ જેઠવા (મોરાણા), સજનસિંહ જેઠવા (બરડીયા), પ્રદ્યુમનસિંહ જેઠવા (શ્રીનગર), અભિજીતસિંહ જેઠવા (મોરાણા), નારૂભા જેઠવા (મોરાણા), કિરીટસિંહ જેઠવા (મોરાણા), કરણુભા જેઠવા (ગોંડલ), રાજભા જેઠવા (ગોંડલ), જામજોધપુરથી નવલસિંહ જેઠવા, જુનાગઢથી લખધીરસિંહ જેઠવા (પાંડાવદર), ડો. ધર્મેન્દ્રસિંહ જેઠવા (મોરાણા), રતનાલ કચ્છથી રાજેન્દ્રસિંહ જેઠવા, અજીતસિંહ જેઠવા, રામદેવસિંહ જેઠવા, મહેન્દ્રસિંહ જેઠવા વગેરે ભાઇઓએ આ સમારંભમાં પધારી કાર્યક્રમની શોભા વધારેલ હતી. સમગ્ર સમારંભને સફળ બનાવવા કિશોરસિંહ જેઠવા (પાંડાવદર), ગજેન્દ્રસિંહ જેઠવા (મોરાણા), પૃથ્વીસિંહ જેઠવા (મોરાણા), ઉપપ્રમુખ, ભવ્યદિપસિંહ આર. જેઠવા (મોરાણા), મહિપાલસિંહ જેઠવા (મોરાણા), જીતુભા જેઠવા (ગોસા), મહેન્દ્રસિંહ જેઠવા (ગડુ), હર્ષદસિંહ જેઠવા (કાટવાણા), પ્રતિપાલસિંહ જેઠવા (કાટવાણા), ગુમાનસિંહ જેઠવા (ગડુ), કેશુભાઇ જેઠવા (ગોસા), નરેન્દ્રસિંહ જેઠવા (મોરાણા, ખોડુભા જેઠવા (ગડુ), હઠીસિંહ જેઠવા (ગડુ), વિક્રમસિંહ જેઠવા (વાછોડા), વનરાજસિંહ જેઠવા (ગોસા), પ્રદ્યુમનસિંહ જેઠવા (મોરાણા), યશરાજસિંહ જેઠવા (મોરાણા), ઋતુરાજસિંહ જેઠવા (મોરાણા) તથા રાજકોટ શહેરના સમસ્ત જેઠવા ભાઇઓ તથા બહેનોએ જહેમત ઉઠાવેલ હતી. કાર્યક્રમનું સંચાલન મહિપાલસિંહ જેઠવા (મોરાણા), દિગ્વીજસિંહ જેઠવા (મોરાણા) દ્વારા સફળ રીતે કરવામાં આવેલ હતું. આભાર વિધી જીતેન્દ્રસિંહ જેઠવા (ગોસા) દ્વારા કરાયેલ હતી.

(4:07 pm IST)