Gujarati News

Gujarati News

News of Monday, 25th November 2019

શહેર પોલીસ ઇન્સ્પેકટરની અરસ-પરસ બદલીઃ બહારથી રાજકોટ આવેલા ૬ને નિમણુંક અપાઇ

કે. એ. વાળા ગાંધીગ્રામમાં, એ. એસ. ચાવડા આજીડેમ પોલીસ મથકમાં અને જે. વી. ધોળા તાલુકા પોલીસ મથકમાં મુકાયાઃ તાલુકાના વી.એસ. વણઝારા પ્ર.નગરમાં: પ્ર.નગરના બી.એમ. કાતરીયા સાયબર ક્રાઇમમાં: અન્ય ત્રણ પોલીસ ઇન્સ્પેકટરની સાયબર ક્રાઇમ તથા ટ્રાફિક શાખામાં નિમણુંક

રાજકોટ તા. ૨૫: શહેર પોલીસ મથકોના પોલીસ ઇન્સ્પેકટર્સની બદલીના હુકમ થયા છે, તો સાથો સાથ બહારથી બદલી પામીને આવેલા છ નવા પી.આઇ.ને અલગ-અલગ પોલીસ મથક, બ્રાંચમાં નિમણુંક આપવામાં આવી છે.

જાણવા મળ્યા મુજબ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે તાલુકા પોલીસ મથકના પી.આઇ. વી. એસ. વણઝારાની પ્ર.નગર પોલીસ મથકમાં બદલી કરી છે. પ્ર.નગરના પી.આઇ. બી. એમ. કાતરીયાને સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં મુકવામાં આવ્યા છે, તેઓ પહેલેથી જ પ્ર.નગર ઉપરાંત સાયબર ક્રાઇમમાં એટેચ ફરજ બજાવતાં હતાં. તાલુકા પોલીસ મથકમાં પી.આઇ. જે. વી. ધોળાને મુકાયા છે.

આ ઉપરાંત બહારથી બદલી પામીને આવેલા પી.આઇ. કે. એ. વાળાને ગાંધીગ્રામ પોલીસ મથકમાં મુકવામાં આવ્યા છે. અહિના પી.આઇ. વી. વી. ઓડેદરાની અગાઉ બદલી થઇ ચુકી હોઇ તેમણે ચાર્જ છોડી દીધો છે. જ્યારે એ. એસ. ચાવડાને આજીડેમ પોલીસ મથકમાં મુકવામાં આવ્યા છે. અહિ ઇન્ચાર્જ તરીકે પી.એસ.આઇ. એમ. જે. રાઠોડ હતાં. 

જ્યારે પી.આઇ. એમ. સી. વાળા, અને એમ. બી. ઓસુરાને સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં તથા બી. ડી. જીલરીયાને ટ્રાફિક શાખામાં મુકવામાં આવ્યા છે. તમામ પી.આઇ.શ્રીને નિમણુંક મુજબનો હવાલો તાકીદે સંભાળી લેવા પોલીસ કમિશનરશ્રીએ આદેશ કર્યો છે.

(3:37 pm IST)