Gujarati News

Gujarati News

News of Monday, 25th November 2019

કાલે યુનિવર્સિટીમાં ભારદ્વાજ-મીરાણીના હસ્તે ક્રશર મશીન સાયકલનું લોકાર્પણ

રાજકોટ, તા. રપ : સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતેઙ્ગ મહાત્મા ગાંધીજીની ૧૫૦ મી જન્મજયંતિ વર્ષની ઉજવણીના ભાગરૂપે તથા બંધારણ દિવસની ઉજવણીના ઉપલક્ષ્યમાં આવતીકાલ તા. ૨૬ શ્રી કુમાર પ્રશાંતના વકતવ્યનું સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસ ખાતે કુલપતિ ડો. નીતિનભાઈ પેથાણી તથા ઉપકુલપતિ ડો. વિજયભાઈ દેશાણીની ઉપસ્થિતિમાં સેનેટ હોલમાં આયોજન કરવામાં આવેલ છે.

કાર્યક્રમની સાથે સાથે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસ ખાતે પ્લાસ્ટિક ફ્રી કેમ્પસ બનાવવા માટે બે (૨) પ્લાસ્ટિક ક્રશર મશીન, મહિલા કર્મચારીઓ તથા વિદ્યાર્થીનીઓ માટે જુદા જુદા ભવનો/ગર્લ્સ હોસ્ટેલ ખાતે ૧૩ સેનેટરી વેન્ડીંગ મશીન, પર્યાવરણની જાગૃતિ તથા ફીટનેસ માટે ગર્લ્સ હોસ્ટેલમાં ૧૦ લેડી સાઈકલ તથા બોયઝ અને ગર્લ્સ હોસ્ટેલમાં સવારે-સાંજે પ્રાર્થના માટે આઠ (૮) મ્યુઝીક સિસ્ટમ અને સ્પીકરનું ભાજપના અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજ તથા શહેર ભાજપ પ્રમુખશ્રી કમલેશભાઈ મીરાણીના હસ્તે ઉદદ્યાટન કરવામાં આવનાર છે. આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે પૂર્વ ધારાસભ્યશ્રી શ્રીમતી ભાનુબેન બાબરીયા ઉપસ્થિત રહેનાર છે.

આ કાર્યક્રમમાં ભવનોના અધ્યક્ષશ્રીઓ, પ્રાધ્યાપકશ્રીઓ, બિનશૈક્ષણીક કર્મચારીઓ તથા વિદ્યાર્થીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેશે.

(3:21 pm IST)