Gujarati News

Gujarati News

News of Monday, 25th October 2021

રાજકોટ મહાનગરપાલિકામાં મુખ્‍યમંત્રી એપેન્‍ટ્રીસશીપ યોજના હેઠળ વિવિધ ટ્રેડમાં ખાલી જગ્‍યાઓ ભરાશેઃ અરજદારો પાસેથી અરજીઓ મંગાવાઇ

30 ઓક્‍ટોબર સુધીમાં ઓનલાઇન અરજી કરી શકાશે

અમદાવાદઃ રાજકોટ મહાનગરપાલિકામાં મુખ્યમંત્રી એપ્રેન્ટીસશીપ યોજના હેઠળ વિવિધ ટ્રેડ માં અને  એપ્રેન્ટિસશીપ એકટ- 1961 માં  ખાલી જગ્યાઓ પર ભરતી કરવામાં આવી છે. ગુજરાતની મહાનગરપાલિકા માં  જરૂરિયાત મુજબ ભરતી કરવામાં આવતી હોય છે. કોરોનાની અસર ગુજરાત અને સમગ્ર દેશમાં થઈ રહી છે. જેના પગલે જરૂરિયાત મુજબ લોકડાઉનને લાગૂ કરવામાં આવ્યું હતું. અને આ સમયમાં ઘણા લોકોની નોકરી પણ છીનવાઈ ગઈ હતી. સાથે જ લોકોના રોજગાર-ધંધા પર માઠી અસર પડી હતી. આ સમયમાં નોકરી શોધતા યુવાનો માટે આ એક સારા સમાચાર આવ્યા છે.

આ રીતે કરી શકાશે અરજી:

એપ્રેન્ટિસની જગ્યા માટે ઉમેદવાર તારીખ 18-10-2021 થી તારીખ 30-10-2021 સુધી અરજી કરી શકશે. તથા રાજકોટ મહાનગરપાલિકા ની  વેબસાઈટ WWW.RMC.GOV.IN પર અરજી કરવાની રહેશે.

વય મર્યાદા:

એપ્રેન્ટિસની જગ્યા માટે ઉમેદવારોની વય અંગેની માહિતી તે મહાનગરપાલિકા ની વેબસાઈટ પરથી મળી જશે.

ઉમેદવારની પસંદગી પ્રક્રિયા:

એપ્રેન્ટિસની જગ્યા માટે ઉમેદવારની પસંદગી ઇન્ટરવ્યુ ના આધારે  કરવામાં આવશે.

લાયકાત:

એપ્રેન્ટિસ ના ટ્રેડમાં સરકાર માન્ય ITI માંથી  જ કોર્સ પાસ કરેલ હોવો જોઈએ

નોંધ:

એપ્રેન્ટિસની ભરતી અંગેની વધુ વિગતો રાજકોટ મહાનગરપાલિકા ની વેબસાઈટ પરથી મળી જશે.

(4:27 pm IST)