Gujarati News

Gujarati News

News of Monday, 25th October 2021

આજી રિવરફ્રન્ટ યોજનાના પર્યાવરણની લીલીઝંડી હાથવેતમાં

રાજકોટની મહત્વકાંક્ષી યોજના માટે મુખ્યમંત્રીનો હકારાત્મક અભિગમ : કાલે કોર્પોરેશન દ્વારા રાજ્યકક્ષાની સમિતિ સમક્ષ પ્રેઝન્ટેશનઃ યોજના ૮ વર્ષથી અધ્ધરતાલ, પણ મંજુરી મળે એટલે કામ તિવ્ર ગતિમાં ઉપાડાશેઃ મંત્રી અરવિંદ રૈયાણી, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ સાથે સતત પરામર્શ કરતા પ્રદિપ ડવ

રાજકોટ, તા.૨૫ :. મહાનગરપાલિકા દ્વારા આજી રીવર ફ્રન્ટ તરીકે વિકસિત કરવા સરકાર દ્વારા આજી નદીનો ૧૧ કિ.મી. જગ્યા રાજકોટ મહાનગરપાલિકાને સુપ્રત કરવામાં આવેલ. આજી રીવર ફ્રન્ટ પ્રોજેકટ થતા શહેરના નગરજનોને પ્રવાસન, પર્યટન, આનંદ, પ્રમોદ અને ફરવા લાયક સ્થળ મળશે. આ ડેવલપમેન્ટ માટે પ્રથામિક તબક્કા નીચે આજી નદીની બંને તરફ આર.સી.સી. રિટેઇનિંગ વોલ તથા આજી નદીમાં ગંદુ પાણી જતું બંધ થાય બંને તરફ ડ્રેનેજ ઇન્ટરસેપ્ટર સીવર કામ હાથ ધરાવમાં આવેલ છે. તેમ મેયર પ્રદિપ ડવે જણાવ્યું હતું.

વધુમાં પ્રદિપ ડવે જણાવ્યું હતુ કે, આજી રીવર ફ્રન્ટ ડેવલોપમેન્ટ અંગેઃ- રાજકોટ શહેરમાંથી પસાર થતી આજી નદીનાં શુધ્ધિકરણ તથા વિકાસનાં આયોજન અન્વયે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજી રીવરફન્ટ ડેવલપમેન્ટ પ્રોજેકટ હાથ ધરેલ છે. આ પ્રોજેકટ માટે માસ્ટર પ્લાન તૈયાર કરવા માટે કન્સલ્ટન્ટ એચ.સી.પી.ડીઝાઇન પ્લાનિંગ એન્ડ મેનેજમેન્ટ પ્રા. લીમીટેડ, અમદાવાદની નિમુણક કરવામાં આવેલ છે. જેમાં  ત્રણ ફેઇઝમાં કામગીરી કરવામા આવી રહેલ છે.  (૧) ફીઝીબીલીટી સ્ટડી (૨) રાજય સરકારશ્રીના વિવિધ વિભાગોમાંથી લેવાની થતી મંજૂરી (૩) ફાઈનલ માસ્ટર પ્લાન કમ્પોનન્ટની ડીટેઈલ ડિઝાઈન તથા ટેન્ડરની સહિતની.

ઉપરોકત પૈકી ક્રમ નં. ૧ ફીઝીબીલીટી સ્ટડીની કામગીરી પૂર્ણ થઇ ગયેલ છે. ક્રમ નં-૨ અન્વયે એન્વાયરમેન્ટલ કલીયરન્સ (EC)ની કામગીરી હાલ ચાલુ છે. જે અન્વયે કન્સલ્ટન્ટ HCP તથા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જોઈન્ટ વિડયો કોન્ફરન્સ કરી ટર્મ્સ ઓફ રેફરન્સ (ToR)ના મુદ્દાઓની પૂર્તતા કરેલ છે. વધુમાં તા.૨૬/૧૦/૨૦૨૧ ના રોજ સ્ટેટ એક્ષ્પર્ટ એપ્રેઝાઈલ કમિટી (SEAC) સમક્ષ એન્વાયરમેન્ટલ કલીયરન્સ (EC) પ્રેઝન્ટેશન HCP કન્સલટન્ટ તથા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવનાર છે. એન્વાયરમેન્ટલ કલીયરન્સ (EC)ની પ્રક્રિયા અંદાજે જાન્યુઆરી-૨૦૨૨માં પૂર્ણ થશે. ત્યાર બાદ ક્રમ નં.-૩ ની કામગીરી કરવામાં આવશે.   હાલમાં રેલ્વે બ્રીજ નીચે ડ્રેનેજની ઇન્ટરસેપ્ટર સીવર ક્રોસિંગની કામગીરી પૂર્ણ થવામાં છે.

આજી રીવર ફ્રન્ટ પ્રોજેકટ માટે મેયર ડો.પ્રદિપ ડવએ રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને પણ રજુઆત કરેલ. માન.મુખ્યમંત્રીશ્રીએ પણ શહેરને આજી રીવર ફ્રન્ટ પ્રોજકેટ મળે તે માટે હકારાત્મક અભિગમ આપેલ. વિશેષમાં, રાજયના વાહન વ્યવહાર પ્રવાસન મંત્રી અરવિંદભાઈ રૈયાણી તેમજ ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ સાથે સતત પરામર્શ કરવામાં આવી રહેલ છે. આજી રીવર ફ્રન્ટ પ્રોજેકટ સાકાર થાય તે માટે મેયર ડો.પ્રદિપ ડવ સતત પ્રયત્નશીલ છે.

(3:41 pm IST)