Gujarati News

Gujarati News

News of Monday, 25th October 2021

કરવા ચોથે ભાઇને મારી કાઢી મુકાતા યુવાનની પત્નિ ગળેફાંસો ખાધો : અમાનુષી ત્રાસ અપાતો 'તો

દિકરીથી લાચારી સહન ન થતાં જીવ દઇ દીધો : કરવા ચોથ નિમિતે ભાઇ વસ્તુઓ આપવા ગયો તો તેને માર્યોઃ ભાભીને દિયરે ફડાકા માર્યા

રાજકોટઃ કરવા ચોથે ભેટ સોગાદ લઇ આવેલા ભાઇને સાસરિયાંએ મારી કાઢી મૂક્યો હતો અને સામાન રસ્તે ફેંકી દીધો હતો. પરિવારના આવા અપમાન તથા વારવાર સાસરિયાંના ત્રાસથી કંટાળેલી પરિણીતાએ આત્મહત્યા કરી હતી. આ મામલે મૃતકના પિતાએ સાસરિયાં સામે મેઘાણીનગરમાં ફરિયાદ નોંધાવી છે.

અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં રહેતા ભૂરેસિંહ સજજનસિંહ ભદોરીયાની દીકરી વંદનાના લગ્ન તેના જ સમાજના જીતુ ધાકરે સાથે ૨૫ નવેમ્બર ૨૦૨૦ના રોજ થયા હતા. તે સમયે ભૂરેસિંહે દીકરીને યોગ્ય કરિયાવર આપ્યું હતું. લગ્ન બાદ પિતા દીકરી વંદનાના ધરે ગયા ત્યારે તેનું મોઢું ૫ડી ગયેલું હતું. જેથી પિતાએ આ અંગે પૃચ્છા કરતા પુત્રીએ તેમને જણાવ્યું હતું કે, મારી સાસુ કામ માટે ટોણાં મારી ગાળો બોલે છે, તે મને અવારનવાર હેરાન કરે છે, સસરા પણ ત્રાસ આપે છે. આવી રજૂઆત બાદ પિતાએ જણાવ્યું હતું કે, દીકરી હવે તું બીજા ઘરની વહુ છે તારે થોડી સહન શકિત રાખવી પડશે. પછી પિતા પોતાના ઘરે જતા રહ્યાં હતાં.

 ૨૦૨૧માં વંદનાનો ભાઇ તેના ઘરે જઇ આવ્યો હતો અને પિતાને જણાવ્યું હતું કે, વંદનાના સાસુ, સસરા, જમાઇ તેને ત્રાસ આપે છે અને તારા બાપે દહેજમાં શું આપ્યું છે, તારા કરતા બીજી સારી છોકરીઓ મળતી હતી, તું કાળી છે તેમ કહી ત્રાસ આપે છે. જેથી પિતાએ વંદનાને ફોન કર્યો હતો અને સમજાવી હતી. પછી બે મહિના બાદ પિતા વંદનાના ઘરે પહોંચ્યા હતા. ત્યારે વંદનાના સસરાએ જણાવ્યું હતું કે, તમારી દીકરીની ચાલચલગત સારી નથી, તેને ઘરમાં કોઇ કામ આવડતું નથી. ત્યારે જમાઇ પણ ત્યાં હાજર હતો તે પણ પિતાનું ઉપરાણું લઇ સસરા ૫૨ ઉશ્કેરાઇ ગયો હતો અને ગાળો બોલી હતી તથા તેમને ઘરમાંથી બહાર કાઢી મૂક્યા હતા.

 પછી ક્યારેક પિતા દીકરીને મળવા જતા હતા ત્યારે સાસરિયાં તેને મળવા દેતા ન હતા, તેઓ વંદનાને દૂર ઊભી રાખી જે વાત કરવી હોય તે કરવા કહેતા હતા, સાસરિયાં કહેતા કે દીકરીને વાહન ખરીદવા માટે અને ધંધા માટે એક લાખ રૂપિયા માગ્યા હતા. પરતુ પિતાએ દહેજમાં પૈસા આપ્યા હોવાથી હવે પૈસા નથી તેમ જણાવ્યું હતું. જેથી વંદનાના સાસરિયાં તેને ત્રાસ આપતા હતા અને રક્ષાબંધને પણ જવા દીધી ન હતી. વંદનાનો ભાઇ રક્ષાબંધને તેના ઘરે ગયો ત્યારે તેને પણ જમાઇએ મારી કાઢી મૂક્યો હતો. પછી સાસરિયાં વધુને વધુ ત્રાસ આપતા હતા. આ દરમિયાન ૨૪ ઓકટોબરે કરવા ચોથ હોવાથી દીકરીને ચાંદીના દાગીના અને યથાશકિત મુજબવસ્તુ આપવા માટે વંદનાના ઘરે તેનોભાઇ ધર્મેન્દ્ર ગયો હતો. ત્યારે દિયર પવને તેને ઘરમાં જવા દીધો ન હતો અને વંદના બહાર આવી ત્યારે તેને બે લાફા મારી ઘરમાં મોકલી દીધી હતી.

 ઉપરાંત સાસરિયાંએ કડવા ચોથનો સામાન રોડ પર ફેંકી દઇ દીકરાને સાળાને મારી કાઢી મૂક્યો હતો. આ વાતનું લાગી આવતા વંદના રૂમમાં પૂરાઇ ગઇ હતી અને તેને ફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધી હતી. આ મામલે ભૂરેસિંહે તેના જમાઇ જીતુ ધાકરે, સસરા ઉમેશસિંહ, સાસુ ગુડી અને દિયર પવન સામે આત્મહત્યા માટે દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાવી છે.

(3:41 pm IST)