Gujarati News

Gujarati News

News of Monday, 25th October 2021

સરદારનગર સ્થાનકવાસી જૈન સંઘનાં ઉપક્રમે

માઁ સ્વામી સાધર્મિક સહાય યોજના સંપન્ન ૧.૪૩ કરોડથી વધુની સહાય

સમગ્ર સૌરાષ્ટ્રનાં ૧૪૩પ સ્થાકનવાસી સાધર્મિક પરિવારોને આ યોજનાનો લાભ મળ્યો

રાજકોટ તા. ર૩ : ધર્મનગરી રાજકોટમાં શ્રી માઁ સ્વામી સાધર્મિક સહાય યોજના રાષ્ટ્રસંત પૂજ્ય ગુરૂદેવશ્રી નમ્રમુની મહારાજ સાહેબની પાવન પ્રેરણાથી મુંબઇ (શાયન)ના બીનાબેન અજયભાઇ શેઠ પરિવાર દ્વારા આ યોજનામાં રૂપિયા એક કરોડ તેતાલીસલાખ પચ્ચાસ હજાર (રૂ.૧,૪૩,પ૦,૦૦૦) માતબર રકમનું અનુદાન આપેલ.

ગોંડલ સંપ્રદાયના શાસન દિપક ગુરૂદેવ પૂજ્યશ્રી નરેન્દ્રમુની મહારાજ સાહેબની ૧૧ મી પૂણ્યતિથી નિમિતે એવમ્ માઁ સ્વામી પૂજય જયવિજયાજી મહાસતીજીની પરમ સ્મૃતિમાં ગોંડલ સંપ્રદાયનાં સૌરાષ્ટ્રમાં વસતા સ્થાનકવાસી જૈન સાધર્મિક જરૂરીયાતમંદ ૧૪૩પ પરિવારોનાં બેન્ક ખાતામાં રૂ.૧૦૦૦૦ માઁ સ્વામી સાધર્મિક સહાય યોજના હેઠળ સીધા જ તેમના ખાતામાં જમા કરવામાં આવેલ છે. જેનુ઼ મુખ્ય કારણ કોરોના મહામારીને લીધે જે પરિવારોને ગુજરાન ચલાવવામાં મુશ્કેલી પડતી હોય અને આગામી તહેવારો સારી રીતે ઉજવી શકે તેને ધ્યાને આ સહાય આપવામાં આવેલ છે.

પ્રેમ, દયા, મૈત્રી, કરૂણા, અનુકંપા, માનવતા, આત્મિયતા, વાત્સાલયતા, જીવદયા, ક્ષમા, પોરપકાર સમા અપાર ગુણોના સ્વામી, વિરલ વિભૂતિ માઁ-સ્વામી પૂ. જયવિજયાજી મહાસતીના જીવનમાંથી ઉપદેશ ગ્રહીને માઁ સ્વામી શિક્ષણ સહાય યોજના, માઁ સ્વામી સ્વરોજગાર સહાય યોજના તથા માઁ સ્વામી જીવદયા સહાય તેમજ માઁ સ્વામી વિકલાંગ સહાય યોજના શરૂ કરવામાં આવેલ હતી અને હાલમાં આ પણ કાર્યરત છે. જે અંતર્ગત જીવદયા સહાય યોજના હેઠળ રાજકોટની આજુબાજુનાં વિસ્તારની ગૌશાળામાં દરરોજના અંદાજીત રપ૦૦ લાડવાઓ ગાયમાતાને ખવડાવવાનું ભગીરથ કાર્ય થઇ રહ્યું છે.આ ઉપરોકત તમામ સેવાકાર્યની વ્યવસ્થા શ્રી શાલીભદ્ર સરદારનગર સ્થાનકવાસી જૈન સંઘના નેજા હેઠળ ચાલી રહી છે.

(3:06 pm IST)