Gujarati News

Gujarati News

News of Monday, 25th October 2021

રાજકોટ શહેર ભાજપના પ્રશિક્ષણ વર્ગમાં સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયાઃ ગીરના સુપ્રસિધ્ધ સીદી નૃત્યની રમઝટ માણી

રાજકોટ : શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણી, મહામંત્રી જીતુ કોઠારી, કીશોર રાઠોડ, નરેન્દ્રસિંહ ઠાકુરની એક સંયુકત યાદીમાં જણાવેલ છે કે, રાજકોટ મહાનગર માટે સાસણ ખાતે પ્રશિક્ષણ વર્ગનું આયોજન કરવામાં આવેલ હોય પ્રદેશ ભાજપમાંથી વિવિધ વિષયો ઉપર પ્રદેશના નેતાઓ તેમજ પ્રદેશ ભાજપના અગ્રણીઓ દ્વારા માર્ગદર્શન પુરૂ પાડવામાં આવે છે પ્રશિક્ષણ વર્ગના વિવિધ સત્રો સંપન્ન થયા બાદ સાંસ્કૃતિક કાર્યક્રમ તેમજ ગીરના પ્રખ્યાત સીદી નૃત્યનો  કાર્યક્રમ યોજવામાં આવેલ હતો. જેનો શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, સાંસદ મોહનભાઇ કુંડારીયા, રાજયના મંત્રી બ્રીજેશભાઇ મેરજા, અરવિંદભાઇ રૈયાણી, શહેર ભાજપ મહામંત્રી જીતુ કોઠારી, કિશોર રાઠોડ, નરેન્દ્રસિંહ ઠાકુર, મેયર ડો. પ્રદિપભાઇ ડવ તેમજ બહોળી સંખ્યામાં ઉપસ્થિત અગ્રણીઓ તેમજ કાર્યકર્તાઓએ લાભ લઇ કાર્યક્રમોની લીજજત માણી હતી. તે વખતની તસ્વીરો.

(2:56 pm IST)