Gujarati News

Gujarati News

News of Monday, 25th October 2021

તહેવાર ટાણે બૂટલેગરો પર ધોંસ યથાવત : દારૂના જથ્થા ભરેલી ત્રણ કાર પકડી લેવાઇ

દૂધ સાગર રોડ, બેટીના પુલ પાસે અને પુનિતનગર ટાંકા પાસે દરોડા : પેરોલ ફરલો સ્કવોડ, એરપોર્ટ પોલીસ, માલવીયાનગર પોલીસના પીએસઆઇ એમ. એસ. અન્સારી, પીએસઆઇ વી. સી. પરમાર અને વી.કે. ઝાલાની ટીમોની કાર્યવાહીઃ કુલ રૂ. ૯૮૪૦૦નો દારૂ જપ્ત થયોઃ આરોપીઓની તલાશ

રાજકોટ તા. ૨૫: દિવાળીના તહેવાર પર દારૂના બૂટલેગરો પર શરૂ થયેલી ધોંસ યથાવત રહી છે. ત્રણ દરોડામા઼ પેરોલ ફરલો સ્કવોડ, એરપોર્ટ પોલીસ અને માલવીયાનગર પોલીસે દારૂનો જથ્થો ભરેલી ત્રણ કાર પકડી લઇ તેના માલિકોની શોધખોળ હાથ ધરી છે.

દુધ સાગર મેઇન રોડ ગુજરાત હાઉસીંગના કવાર્ટર સાગર ચોકમાં એક સફેદ કલરની અલ્ટો કાર  નં. જી.જે.૧૧.એસ.-૬૪૭૦ વાળી રેઢી પડી છે અને તેમાં વીદેશી દારૂનો જથ્થો છે તેવી બાતમી કોન્સ યોગેન્દ્રસિંહ ઝાલા, કોન્સ શીરાજભાઇ ચાનીયા અને કોન્સ. યુવરાજસિંહ રાણાને મળતા પેરોલ ફરલો સ્કવોડની ટીમે ત્યાં પહોંચી કારમાં તલાશી લેતા અંદરથી મેકેડોવેલ્સ નં-૧ સુપીરીઅર વ્હિસ્કી ૭૫૦ એમ.એલ.ની  બોટલ નંગ-૮૪  રૂ.૩૩,૬૦૦નો જથ્થો મળતા તે તથા કાર મળી કુલ રૂ. ૧,૬૩,૬૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આ કામગીરી પેરોલ ફરલો સ્કવોડના પીએસઆઇ એમ. એસ.અંસારી, હેડકોન્સ. ઝહીરભાઇ ખફીફ, કોન્સ. અનીલસિંહ ગોહીલ, કોન્સ યુવરાજસિંહ રાણા, કોન્સ. સીરાજભાઇ ચાનીયા તથા કોન્સ. યોગેન્દ્રસિંહ ઝાલાએ કરી હતી.

જ્યારે અન્ય દરોડામાંએરપોર્ટ પોલીસ સ્ટેશનના કોન્સ. કનુભાઇ ભમ્મર તથા ભગીરથસિંહ ડોડીયાની બાતમીના આધારે અમદાવાદ-રાજકોટ હાઇવે પર બેટી ગામના પુલ પાસેથી રૂ. ૩૩,૬૦૦નો ૮૪ બોટલ દારૂ ભરેલી વોકસવેગન કંપનીની જેટા કાર ન.જીજે૦૫જેએ-૧૨૮૧ પકડી લઈ દારૂ અને કાર મળી કુલ રૂ.૨,૩૩,૬૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. કાર નમ્બરને આધારે આરોપીની શોધખોળ થઈ રહી છે. આ કામગીરી પીઆઇ જી. એમ. હડીયા, પીએસઆઇ વી. સી. પરમાર, હેડકોન્સ. કેશુભાઇ વાંજા, વિક્રમસિંહ સોલંકી, કોન્સ. દિવ્યરાજસિંહ, યશપાલહિં, યુવરાજસિંહ, ઇરશાદભાઇ સહિતે કરી હતી.

જ્યારે ત્રીજા દરોડામાં માલવીયાનગર પોલીસે ૧૫૦ ફુટ રીંગ રોડ પુનિતનગર પાણીના ટાંકા પાસેથી જીજે૦૩સીએ-૩૭૮૦ નંબરની ફ્રન્ટી કાર પકડી લીધી હતી. જેમાંથી રૂ. ૩૧૨૦૦નો ૭૨ બોટલ દારૂ મળી આવતાં તે તથા કાર મળી રૂ. ૮૧૨૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. કોન્સ. અંકિત નિમાવત અને રોહિત કછોટની બાતમી પરથી પીઆઇ કે. એન. ભુકણ, પીએસઆઇ વી. કે. ઝાલા, હેડકોન્સ. મશરીભાઇ ભેટારીયા, દિગપાલસિંહ જાડેજ, કમલેશભાઇ મોરી, કોન્સ. કુલદિપસિંહ જાડેજા, હિતેષભાઇ અગ્રાવત સહિતે આ કામગીરી કરી હતી.

પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ,જેસીપી ખુરશીદ એહમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી ડી. વી. બસીયા, એસીપી એસ.આર. ટંડેલ, એસીપી જે. એસ. ગેડમની સુચના અને રાહબરીમાં આ કામગીરી કરવામાં આવી હતી.

(2:55 pm IST)