Gujarati News

Gujarati News

News of Monday, 25th October 2021

શ્યામલાલજીની હવેલીમાં લાભ પાંચમે અન્નકૂટ મહામહોત્સવ

દિવાળી પર્વે દરરોજ વિવિધ કાર્યક્રમોઃ ભાવિકોને આમંત્રણ

રાજકોટઃ શ્રી શ્યામલાલજી પ્રભુદાસ વિજયતે રાજકોટ સ્થિત સૌરાષ્ટ્રની અતિપ્રાચીન શ્રી શ્યામલાલજીની હવેલીમાં આગામી તા.૯/૧૧ને મંગળવારે લાભ પાંચમને શુભ દિવસે અન્નકૂટ મહા મહોત્સવનું આયોજન કરેલ છે. દર્શન સમય આ મુજબ છે. શ્રી ગોવર્ધન પૂજા સવારે ૧૦:૩૦ વાગ્યે, શ્રી અન્નકૂટ પૂજા  દર્શન બપોરે ૪ વાગ્યે થશે. સમગ્ર વૈષ્ણવ સૃષ્ટિને દર્શનનો લાભ લેવા શ્રી જયેશભાઈ હરિદાસ મુખ્યાજી દ્વારા આમંત્રણ અપાયું છે.

દિવાળી પર્વ નિમિત્તે આસો વદ અગિયારસ રમા એકાદશી તા.૧/૧૧/ને સોમવારે  શ્રી શ્યામલાલજી પ્રભુના બંગલા  દર્શન સાંજે ૬: ૩૦ વાગે થશે, આસો વદ બારસ વાઘ બારસ તા.૨/૧૧ને મંગળવારે  છે શ્રી શ્યામલાલજી પ્રભુના બંગલા  દર્શન સાંજે ૬: ૩૦ વાગે થશે, આસો વદ તેરસ ધનતેરસ / રૂપ ચૌદસ  તા.૩/૧૧ને બુધવારે શ્રી શ્યામલાલજી પ્રભુના બંગલા  દર્શન સાંજે ૬:૩૦ વાગે થશે, આસો વદ અમાસ દીપાવલી તા.૪/૧૧ને ગુરૂવારે છે. શ્રી શ્યામલાલજી પ્રભુની હટડીના દર્શન સાંજે ૭ વાગે, કારતક સુદ  એકમ નૂતન વર્ષ તા.૫/૧૧ને શુક્રવારે, કારતક સુદ બીજ ભાઇબીજ તા.૬/૧૧ને શનિવારે રાજભોગમાં બપોરે ૧૨ વાગે શ્રી યમુનાજી બટાશે.

સ્થળ- શ્રી શ્યામલાલજીની હવેલી (જૂની સદરની હવેલી) પંચનાથ મંદિર મેઈન રોડ જય સીયારામ ભગત પેંડાવાળાની સામે રાજકોટ મો.૮૫૧૧૭ ૬૩૭૬૩

(2:50 pm IST)