Gujarati News

Gujarati News

News of Monday, 25th October 2021

ત્રણ વર્ષના બાળકના નાકમાં ફસાયેલ મેટલ સ્‍ક્રુ ગણતરીની મિનિટોમાં કાઢી આપતા ઇએનટી સર્જન ડો. હિમાંશુ ઠકકર

સ્‍ક્રુ જો સરકીને ઉતરી જાય તો શ્‍વાસનળીમાં ફસાઇ જાય, જીવનું જોખમ ઉભુ થાય

રાજકોટઃ અત્રે પ્રાપ્ત માહિતી મુજબ   રીશી ભાઈ જીંજુવાડિયાનો ત્રણ વર્ષનો પુત્ર શોર્યએ  ઘરે રમતા રમતા નાકમાં જમણી બાજુ મેટલનો સ્‍ક્રુ નાખી દીધો તેમના પિતા રિશી ભાઈ એ તરત જ  તે સ્‍ક્રુ કાઢવાનો પ્રયત્‍ન કર્યો પણ બાળકે ઊંડો શ્વાસ લઇ જતા સ્‍ક્રુ નાકમાં ઊંડે ઉતરી ગયો.
બાળક ના પિતા રિશી ભાઈ તાત્‍કાલિક તેને અત્રે વિદ્યાનગર રોડ સ્‍થિત ડો હિમાંશુ ઠક્કરની હોસ્‍પિટલ ખાતે લઈ આવ્‍યા.ત્‍યાં ડો હિમાંશુ ઠક્કરે તાત્‍કાલીક તપાસ કરી તો માલુમ પડ્‍યું કે સ્‍ક્રુ નાકના ઊંડે ફસાઈ ગયો હતો. ડો. ઠક્કરે કોઈ પણ જાતનો વિલંબ કર્યા વિના બાળકને ઓપરેશન થિયેટરમાં લઇ દૂરબીન વડે નાકમાં જમણી બાજુ ફસાયેલ મેટલનો સ્‍ક્રુ દૂરબીન વડે ગણતરીની મિનિટો માંજ કાઢી આપ્‍યો.
આ કેસની વિકટ પરિસ્‍થિતિ એ હતી કે બાળકની ઉમર માત્ર ૩ વર્ષ નાકની ખુબજ સાંકડી જગ્‍યામાં ઊંડે ફસાયેલ મેટલનો સ્‍ક્રુ જો સરકીને ઉતરી જાય તો તે શ્વાસ નળીમાં ફસાય જાય અને જીવનું જોખમ ઉભું થાય. વળી સ્‍ક્રુ કાઢતી વખતે નાકમાંથી લોહી નીકળવાની સમસ્‍યા ઉભી થાય આ તમામ વિકટ પરિસ્‍થિતિ ઓ હોવા છતાં આવા અનેક ઓપરેશનો સફળતા પૂર્વક પાર પાડવામા માહિર એવાં ડો. હિમાંશુ ઠક્કરે કોઈપણ જાતના કોમ્‍પ્‍લિકેશન વગર ત્રણ વર્ષના માસુમ બાળકના નાક માંથી આશરે દોઢેક સે.મી. મોટો સ્‍ક્રુ દૂરબીન વડે કાઢી આપી બાળકને મુસીબતમાંથી ઉગારી લીધો હતો. આ તબક્કે બાળકના પિતા રિશીભાઈએ ડો ઠક્કર સાહેબનો હૃદય પૂર્વક આભાર માન્‍યો હતો. ઉલ્લેખનીય છે કે ડો. ઠક્કર હોસ્‍પિટલ ખાતે દાંત તથા કાન નાક ગળાના તમામ રોગોનું અત્‍યાધુનિક સાધનો દ્વારા નિદાન અને સારવારની તમામ સુવિધાઓ ઉપલબ્‍ધ છે. સરનામું: ડો. ઠક્કર હોસ્‍પિટલ ૨૦૨, લાઇફ લાઈન બિલ્‍ડીંગ વિદ્યાનગર મેઈન રોડ રાજકોટ. ૦૨૮૧ - ૨૪૮૩૪૩૪ . મો ૯૧૦૬૧ ૧૯૦૩૮.   


 

(11:14 am IST)