Gujarati News

Gujarati News

News of Sunday, 25th September 2022

નેશનલ ગેમ્સ-૨૦૨૨ના યાદગાર અને શાનદાર આયોજન માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તૈયારીનો ધમધમાટ:

શહેરના વિવિધ સ્થળોએ અવેરનેસ અને બ્યુટીફીકેશન માટે વોલ પેઈન્ટીંગ બ્રાન્ડિંગ

રાજકોટ :તા. ૨૯-સપ્ટેમ્બર થી તા. ૧૨ ઓક્ટોબર દરમ્યાન ગુજરાતમાં યોજાનાર ૩૬મી નેશનલ ગેઇમ્સ ગુજરાત-૨૦૨૨ની હોકી અને સ્વિમિંગની સ્પર્ધાઓ રાજકોટનાં યજમાન પદ હેઠળ યોજાનાર છે. રાજકોટ માટે આ રાષ્ટ્રીય ઈવેન્ટ્સ યાદગાર અને શાનદાર બની રહે તે માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પણ વિવિધ પ્રકારના આયોજનો અંતર્ગત તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. મ્યુનિ. કમિશનર અમિત અરોરા દ્વારા વિવિધ કામગીરીનો અનુસંધાને અધિકારીશ્રીઓને જવાબદારીઓ સુપરત કરી દેવામાં આવેલ છે.

આ આયોજન અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં વિવિધ સ્થળોએ અવેરનેસ અને બ્યુટીફીકેશન માટે વોલ પેઈન્ટીંગ દ્વારા બ્રાન્ડિંગ માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

 બ્યુટીફીકેશન માટે રેસકોર્ષ આર્ટ ગેલેરી, ફનસ્ટ્રીટ, હોકી સ્ટેડીયમ પાસે, પમ્પીંગ રૂમની આસપાસ, મહિલા કોલેજ અન્ડરબ્રિજ, ૮૦ ફીટ રોડ શેઠ હાઇસ્કૂલની દિવાલ, વોર્ડ નં.૧૪ની વોર્ડ ઓફિસ, કોઠારીયા સ્વિમિંગ પુલ, યાજ્ઞિક રોડ RMC સ્કુલ, યાજ્ઞિક રોડ કન્યા છાત્રાલય વિગેરે સ્થળોએ ૩૬મી નેશનલ ગેમ્સ-૨૦૨૨ને અનુલક્ષીને અવેરનેસ તથા બ્યુટીફીકેશન માટેના વોલ પેઈન્ટીંગ બ્રાન્ડિંગ કરાવામાં આવેલ છે.

અત્રે નોંધનીય છે કે નેશનલ ગેમ્સ અનુસંધાને રાજકોટ લોકોમાં સ્પોર્ટસ અને ફિટનેસ પ્રત્યે જાગૃતિ કેળવવા અને નેશનલ ગેમ્સ માટે અનેરો માહોલ અને લોકઉત્સાહ સર્જવા તા.૧૫ થી ૧૮ સપ્ટેમ્બર દરમ્યાન સ્પોર્ટસ કાર્નિવલનું ભવ્ય આયોજન કરવામાં આવેલ હતું જેને નાગરિકો તરફથી ખુબ જ ઉત્સાહવર્ધક પ્રતિસાદ મળ્યો હતો.

(12:50 pm IST)