Gujarati News

Gujarati News

News of Saturday, 25th September 2021

રાજકોટ નાગરિક સહકારી બેંકના નવા ચેરમેન તરીકે શૈલેષભાઈ ઠાકર અને વાઇસ ચેરમેન તરીકે જિમ્મીભાઈ દક્ષિણીની વરણી : ચોમેરથી થઈ રહી છે અભિનંદન વર્ષા

રાજકોટ : નાના લોકોની મોટી બેન્ક તરીકે સુવિખ્યાત રાજકોટ નાગરિક સહકારી બેન્કના ચેરમેન તરીકે ત્રણ નામ ચર્ચામાં હતા. જેમાં બે પૂર્વ પદાધિકારી શ્રી જયોતિન્દ્રભાઈ મહેતા, કલ્પકભાઈ મણીયાર અને આજે  નવનિયુક્ત થયેલ  ચેરમેનશ્રી શૈલેષભાઈ ઠાકરનો સમાવેશ થતો હતો.

અહીં પણ પરિવાર ક્ષેત્રની "નો રીપીટ" થીયરી અનુસાર પસંદગી થયાનું  જાણવા મળેલ છે અને રાજકોટ નાગરિક સહકારી બેંકના નવા ચેરમેન તરીકે શૈલેષભાઈ ઠાકર અને વાઇસ ચેરમેન તરીકે જિમ્મીભાઈ દક્ષિણીની વરણી થઈ છે.

શ્રી શૈલેષભાઈ અને શ્રી જિમ્મીભાઈ ઉપર અભિનંદન વર્ષા થઈ રહી છે.

(11:01 pm IST)