Gujarati News

Gujarati News

News of Saturday, 25th September 2021

નવાગામ ન્યુ શકિત સોસાયટીમાં ર૦ વર્ષે રસ્તો બન્યોને ૧ વર્ષમાં ધોવાઇ ગ્યો!!: ભ્રષ્ટાચારની ગંધ

રાજકોટ : શહેરનાં વોર્ડ નં.૭ માં નવાગામ (સામેકાંઠે) વિસ્તારમાં આવેલ ન્યુ. શકિત સોસાયટીમાં છેલ્લા ર૦ વર્ષથી પાકો ડામર રોડ નહતો ત્યારબાદ હજુ ગયા વર્ષે જ મ.ન.પા. તંત્રએ રોડ બનાવ્યો પરંતુ તાજેતરમાં ચોમાસા દરમિયાન આ નવો નકોર રસ્તો ધોવાઇ ગયો ઠેર ઠેર મોટા ગાબડા પડી ગયા છે જે તસ્વીરમાં નજરે પડે છે. આમ એક જ વર્ષમાં નવો નકોર ડામર રોડ તુટી ગયો હોવાથી લોકોમાં રોષની લાગણી ફેલાઇ છે. અને રોડનાં કામમાં ભ્રષ્ટાચારનાં આક્ષેપો થઇ રહ્યા છે. (તસ્વીર : સંદિપ બગથરીયા)

(4:03 pm IST)