Gujarati News

Gujarati News

News of Saturday, 25th September 2021

જનરલ બોર્ડમાં કોર્પોરેટરોની ટકોર બાદ તંત્ર જાગ્યું

નોનવેજ રેસ્ટોરન્ટમાં આરોગ્યના દરોડા : ૪૧ કિલો માંસાહારી રસોઇનો નાસ

સદર, રૈયા રોડ, ભીલવાસ રોડ પરની નોનવેજ રેસ્ટોરન્ટોમાં ચેકીંગ : ચિકન બિરિયાની, બટર ચિકન સબ્જી, લાઇવ પફ સહિતની ખાદ્ય ચીજોના નમૂનાઓ લેવાયા

રાજકોટ તા. ૨૫ : મ.ન.પા.ની આરોગ્ય શાખાએ આજે શહેરમાં નોનવેજ રેસ્ટોરન્ટ સહિતના ખાણીપીણીના સ્થળોએ દરોડા પાડી ૪૧ કિલો નોનવેજ રસોઇનો નાસ કર્યો હતો.

આરોગ્ય વિભાગે રૈયા રોડ, સદર બજાર મેઇન રોડ, ભીલવાસ રોડ વિસ્તારમાં નોનવેજનું વેંચાણ કરતી  હોટલ / રેસ્ટોરન્ટમાં આવેલ જાહેરજન આરોગ્ય હિતાર્થે રાજકોટ મહાનગરપાલિકાની ફુડશાખા દ્વારા કુલ ૧૭ ફુડ બિઝનેસ ઓપરેટરની ચકાસણી. ચકાસણી દરમ્યાન વાસી  તેમજ અખાદ્ય કુલ ૪૧ કિ.ગ્રા. નોનવેજ ખાદ્યચીજનો સ્થળ પર નાશ કરવામાં આવેલ. તેમજ ૨  રેસ્ટોરન્ટને લાયસન્સ બાબતે નોટીસ આપેલ  

નમુનાની કામગીરી

ફુડ સેફટી સ્ટાન્ડર્ડ એકટ મુજબ નમૂના લેવામાં આવેલ (૧) ચીકન બિરયાની (પ્રિપેર્ડ, લુઝ) સ્થળ : આલ્ફા ફુડ ઝોન, આઝાદ ચોક, નહેરૂનગર મે. રોડ, રૈયા રોડ (૨) બટર ચિકન મસાલા સબ્જી (પ્રિપેર્ડ,લુઝ)  સ્થળ : સાગર એગ્ઝ ઝોન એન્ડ ફેમીલી રેસ્ટોરન્ટ, આઝાદ ચોક, રૈયા રોડ (૩) પફ માટેનો બટાટાનો મસાલો (પ્રિપેર્ડ,લુઝ) સ્થળ : હરિ યોગી લાઇવ પફ, હરિધવા રોડ, પટેલ ચોક (૪) સેઝવાન મસાલા પફ (પ્રિપેર્ડ, લુઝ)  સ્થળ : કે.કે. લાઇવ પફ ઝોન, ગોંડલ રોડ, સુર્યકાંત હોટલની બાજુમાં, રાજકોટ લીધેલ હતા.

ચકાસણીની વિગત

ફુડશાખા દ્વારા કુલ ૧૭ ફુડ બિઝનેસ ઓપરેટરની ચકાસણી કરવામાં આવેલ. ચકાસણી દરમ્યાન વાસી તેમજ અખાદ્ય કુલ ૪૧ કિ.ગ્રા. નોનવેજ ખાદ્યચીજનો સ્થળ પર નાશ કરવામાં આવેલ. તેમજ ૨  રેસ્ટોરન્ટને લાયસન્સ બાબતે નોટીસ આપેલ.

જેમાં (૧) એવન બોમ્બે ભઠીયારા  - રૈયા રોડ પરથી વાસી ચીકન બિરયાની - ૩ કિ.ગ્રા. (ર) અરેબીયન સોવરમા રૈયા રોડવાસી સોરમા ચીકન-૪ કિ.ગ્રા. (૩) અમદાવાદી તવા ફ્રાય રૈયા રોડ વાસી પરથી સડેલી ડુંગળી - ૮ કિ.ગ્રા. વાસી ચીકન ગ્રેવી - ૧૨ કિ.ગ્રા. (૪) રોયલ રેસ્ટોરન્ટ ભીલવાસ રોડ પરથી વાસી ગ્રેવી ૪ કિગ્રા (૫) પ્રિન્સ સોરમાં સદર બજાર મેઇન રોડ પરથી વાસી ખબુસ (બેકરી બેઝ) ૩ કિગ્રા (૬) ગાઝી નોનવેજ રેસ્ટોરન્ટ સદર બજાર મેઇન રોડમાંથી વાસી ચિકન લોલીપોપ, ગ્રેવી,રાઈસ, કુલ ૭ કિ.ગ્રા વગેરેનો નાશ કરાયો હતો.

કોર્પોરેટરોની ટકોર

અત્રે એ નોંધનિય છે કે, તાજેતરમાં યોજાયેલ જનરલ બોર્ડમાં ભાજપના કોર્પોરેટર નિલેષ જલુ વગેરેએ આરોગ્ય વિભાગ દ્વારા નોનવેજ રેસ્ટોરન્ટ અને હોટલોમાં કેમ તપાસ થતી નથી ? તેવા સવાલો સાથે ટકોર કરી હતી. ત્યારબાદ આજે આ દરોડા પાડવામાં આવ્યા હતા.

(2:54 pm IST)