Gujarati News

Gujarati News

News of Saturday, 25th September 2021

જામનગર રોડ નવા ૮૦ ફૂટ રોડ પર ક્રાઇમ બ્રાંચનો ફલેટમાં દરોડોઃ જૂગાર રમતાં ૮ પકડાયાઃ ૯૨ હજારની મત્તા કબ્જે

આજીડેમ પોલીસે શ્રીરામ પાર્કમાં મહિલાના ઘરમાં દરોડો પાડી છ મહિલાને પત્તા ટીંચતા પકડી : પીઆઇ વી. કે. ગઢવી, પીએસઆઇ યુ. બી. જોગરાણાની ટીમનો દરોડોઃ એએસઆઇ જ. વી. ગોહિલ, હેડકોન્સ. અભિજીતસિંહ જાડેજા, કોન્સ. ઇન્દ્રજીતસિંહ ગોહિલ અને કરણભાઇ મારૂની બાતમી

રાજકોટ તા. ૨૫: શહેર ક્રાઇમ બ્રાંચે જામનગર રોડ નવા ૮૦ ફુટ રોડ પર યોગરાજનગરમાં આવેલા એક એપાર્ટમેન્ટના ફલેટમાં દરોડો પાડી ફલેટ ધારક સહિત ૮ને જૂગાર રમતાં પકડી લઇ રૂ. ૯૨૨૦૦ની મત્તા કબ્જે કરી હતી. પકડાયેલાઓમાં એક દંપતિ તથા એક મહિલા પણ સામેલ છે.  જ્યારે આજીડેમ પોલીસે શ્રીરામ પાર્કમાં મહિલાના મકાનમાં દરોડો પાડી છ મહિલાઓને જૂગાર રમતા પકડી લઇ રૂ. ૨૩૨૦ની રોકડ કબ્જે કરી હતી.

પ્રાપ્ત વિગત મુજબ જામનગર રોડ પર નવા ૮૦ ફુટ રોડ પર યોગરાજનગરમાં માનસ એન્કલેવ એપાર્ટમેન્ટ ફલેટ નં. ૩૦૧માં રહેતો મિતેષ ઉર્ફ મીત મહેશદાન મોડ (ગઢવી) (ઉ.૨૨) ફલેટમાં માણસો ભેગા કરી જૂગાર રમાડતો હોવાની બાતમી એએસઆઇ જે. વી. ગોહિલ, હેડકોન્સ. અભિજીતસિંહ જાડેજા, કોન્સ. કરણભાઇ મારૂ અને ઇન્દ્રજીતસિંહ ગોહિલને મળતાં દરોડો પાડી મિતેષ તેમજ તુષાર કનૈયાલાલ ગણાત્રા (ઉ.૪૦-રહે. ભોમેશ્વરવાડી-૧, સનરાઇઝ એપાર્ટમેન્ટ ૫૦૨), તેના પત્નિ જલ્પાબેન તુષાર ગણાત્રા (ઉ.૩૫), મોહિત કિશોરભાઇ મકવાણા (ઉ.૩૩-રહે. ૪/૧ ભોમેશ્વરવાડી), જયદિપ મહેશભાઇ મહેતા (ઉ.૩૨-રહે. ગાંધીનગર-૩ રૈયા રોડ), કિશન કુમારભાઇ પોપટ (ઉ.૨૯-રહે. રૈયા ટેલિફોન એક્ષચેન્જ ગોપાલ ચોક નિવેદીતા સોસાયટી-૧/૭), દર્શિત જમનાદાસ મહેતા (ઉ.૪૦-રહે. જંકશન પ્લોટ-૧૨ વેદમાતા), મયુરીબેન મહેન્દ્રભાઇ માંડલીયા (ઉ.૪૯-રહે. લક્ષ્મીવાડી કોઠારીયા કોલોની કવાર્ટર નં. ૮૧)ને તિનપત્તી રમતાં પકડી લીધા હતાં.

પોલીસે ગંજીપાના તથા રૂ. ૩૮૫૦૦ રોકડા, ૫૩૭૦૦ના ૭ મોબાઇલ ફોન મળી કુલ રૂ. ૯૨૨૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી ક્રાઇમ ડી. વી. બસીયાની સુચના મુજબ પીઆઇ વી. કે. ગઢવી, પીએસઆઇ યુ. બી. જોગરાણા, એએસઆઇ બીપીનદાન ગઢવી, જયંતિભાઇ વી. ગોહિલ, હેડકોન્સ. અભિજીતસિંહ જાડેજા, પ્રદિપસિંહ જાડેજા, ભાવીનભાઇ રતન,કોન્સ. ઇન્દ્રજીતસિંહ ગોહિલ, કરણભાઇ મારૂ, સૂર્યકાંતભાઇ તથા કોન્સ. નેહલબેન મકવાણાએ આ કામગીરી કરી હતી.

બીજા દરોડામાં આજીડેમ ચોકડી પાસે શ્રીરામ પાર્ક શેરી નં. ૨ બ્લોક નં. ૬ ફેમસ બ્યુટી પાર્લરની બાજુમાં નિરવ નામના મકાનમાં રહેતી બિનલબેન સિકંદર ગોહેલ (ઉ.૩૬) નામની મહિલા ઘરમાં જૂગાર રમાડતી હોવાની બાતમી મળતાં આજીડેમ પોલીસે દરોડો પાડી બિનલબેન તેમજ અમીબેન પ્રકાશ કાપડી (ઉ.૩૩-રહે. માનસરોવર પાર્ક શિવમ એપાર્ટમેન્ટ એ વીંગ બ્લોક ૧૦), આશાબેન રાજેશ સોમૈયા (ઉ.૩૦-રહે. શ્રીરામ પાર્ક-૨ ભાડેથી), જાનવીબેન શાતિભાઇ તુંબેલ (ઉ.૪૫-રહે. માનસરોવર પાર્ક-૩), ઇશ્વરીબેન કિશોરકુમાર હિરાણી (ઉ.૪૦-રહે. શ્રીરામ પાર્ક-૨) તથા હંસાબેન જયેન્દ્રગીરી ગોસ્વામી (ઉ.૫૦-રહે. શ્રીરામ પાર્ક-૨)ને પકડી લઇ ગંજીપાના અને રોકડ કબ્જે કરી હતી.

પીઆઇ વી. જે. ચાવડા, પીએસઆઇ એમ. ડી. વાળા, એઅસઇઆઇ યશવંતભાઇ ભગત, કોૈશેન્દ્રસિંહ ઝાલા, શૈલેષભાઇ નેચડા, કુલદિપસિંહ જાડેજા, ઉમેદભાઇ ગઢવી, જયદિપભાઇ બરાલીયા સહિતે આ દરોડો પાડ્યો હતો. રાતનો સમય હોઇ મહિલા આરોપીઓની ધરપકડ બાકી રાખવામાં આવી હતી.

(12:53 pm IST)