Gujarati News

Gujarati News

News of Saturday, 25th September 2021

ધરમનગરના કેટરર્સ સંચાલક રાજુભાઇ ખુમાણે ઝેરી દવા પીધી

રાજકોટ તા. ૨૫: મવડી પ્લોટ ધરમનગરમાં રહેતાં રાજુભાઇ દુદાભાઇ ખુમાણ (ઉ.વ.૪૦)એ મવડી ૧૫૦ રીંગ રોડ પર રાધે હોટેલ પાછળ સાંજે આઠેક વાગ્યે ઝેરી દવા પી લેતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. દવા પીધા બાદ તેણે સગાને જાણ કરતાં હોસ્પિટલે ખસેડાયા હતાં. આ અંગે ચોકીના સ્ટાફે તાલુકા પોલીસને જાણ કરી હતી. લોકડાઉનને કારણે કેટરર્સનો ધંધો બરાબર ચાલતો ન હોઇ ટેન્શનમાં હોવાની શકયતા છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(11:44 am IST)