Gujarati News

Gujarati News

News of Saturday, 25th September 2021

પુત્રની દૂકાને વૃધ્ધ ભુલથી કેમિકલ ભેળવેલુ દૂધ પી જતાં તબિયત બગડી

ભગવતીપરાના વિનોદભાઇને દાખલ કરવા પડ્યા

રાજકોટ તા. ૨૫: ભગવતીપરા મેઇન રોડ પર ભૂમિ સાડીના કારખાના પાછળ રહેતાં વિનોદભાઇ રામદાસભાઇ સિંહ (ઉ.વ.૬૪) નામના વૃધ્ધ એસટી બસ સ્ટેશનમાં બીજા માળે શિવશકિત એન્ટપ્રાઇઝ નામે દૂકાન-ઓફિસ ધરાવતાં પોતાના પુત્રની દૂકાને બેસવા ગયા હતાં ત્યારે ત્યાં રાખેલુ કેમિકલવાળુ દૂધ ભુલથી પી જતાં ઉલ્ટીઓ થવા માંડતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં આ અંગે એ-ડિવીઝન પોલીસને જાણ કરવામાં આવી હતી.

દૂધ બગડી ન જાય તે માટેની મશીનરીનું કામ આ દૂકાને થાય છે. મશીનરી ચેક કરવા માટે ઓફિસે દૂધ રખાયું હતું. આ દૂધ બગડે નહિ તે માટે તેમાં થોડુ કેમિકલ ભેળવાયું હતું. તેનાથી વિનોદભાઇ અજાણ હોઇ દૂધ પડ્યું પડ્યું બગડી જશે એમ વિચારી તે ગ્લાસ ભરેલો હોઇ પી ગયા હતાં અને તબિયત ગબડતાં સારવાર લેવી પડી હતી.

(11:43 am IST)