Gujarati News

Gujarati News

News of Wednesday, 25th September 2019

કેવી રીતે મતદારો પોતાનું નામ વેરીફિકેશન કરી શકશેઃ ફુલ ૩૩ સ્ટેપઃ આ અત્યંત જરૂરી છેઃ પંચ

રાજકોટઃ ભારતના ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી સુધારણા કાર્યક્રમ અન્વયે દરેક મતદાર પોતાની વિગતની ચકાસણી (VERIFY) કરી શકે. ભુલ હોય તો સુધારી (MODIFY) કરી શકે તે માટે VOTER HELP LINE નામની એક મોબાઇલ એપ લોન્ચ કરવામાં આવેલ છે. જે એપથી તા.૧૫-૧૦-૨૦૧૯ સુધી વેરીફીકેશન તથા વિગતોમાં સુધારા વિગેરે કામગીરી ઓનલાઇન થઇ શકે. તો દરેક મતદારને વિનંતી કે પોતાની વિગતો અચુક જોઇ અને ચકાસી લેવા વિનંતી.

:: મોબાઇલ એપથી .. પર ચકાસણી માટે નીચે મુજબના સ્ટેપ અનુસરો ::

સ્ટેપ-૧:   Google Play Store માથી VOTER HELP LINE New App INSTALL કરવાની રહેશે.

સ્ટેપ-૨       :  I Agree પરા (ખરા)ની નિશાની કરો. પછી NEXT દબાવો.

સ્ટેપ-૩:  (EVP) લખેલ આઇ કોન ઉપર કલીક કરો.

સ્ટેપ-૪:  Continue પર કલીક કરો.

સ્ટેપ-૫:  Allow પર કલીક કરો.

સ્ટેપ-૬:   તમારો મોબાઇલ નંબર લખો.

સ્ટેપ-૭:   OTP પર કલીક કરો. OTP પર કલીક કરવાની તમારા મોબાઇલમાં OTP. નંબર આવશે જે OTP લખેલ              હતુ ત્યાં લખો. પછી Log in પર કલીક કરો.

સ્ટેપ-૮:  મતદાતા પોતાની વિગતો ત્રણ રીતે જોઇ શકે છે. (૧)EPIC પર રહેલ બારકોડને સ્કેન કરવાથી. (૨) પોતાની વિગતો લખીને (નામ,અટક,પિતાનું નામ વિગેરે)Search કરો, (૩)EPIC (ચૂંટણી કાર્ડ)ના નંબર લખીને- Search કરો

સ્ટેપ-૯:   મતદાતાએ પોતાની વિગતો જોઇ પછી (Its me) બટન કલીક કરવાનું રહેશે.

સ્ટેપ-૧૦:  શું તમારા મોબાઇલ નંબરને EPIC સાથે જોડવા માગો છો તો YES બટન ઉપર કલીક કરો. જો જોડવા ન માગતા હોય તો NO બટન ઉપર કલીક કરો.

સ્ટેપ-૧૧:   THANK YOU આવશે .તમારા મોબાઇલ નંબરનું જોડાણ EPIC સાથે થઇ ગયુ છે તેવો મેસેજ હશે. હવે OK પર કલીક કરો.

સ્ટેપ-૧૨:  જો દરેક વિગત સાચી છે તો Verify બટન કલીક કરો.

સ્ટેપ-૧૩:  જો કોઇ વિગત ખોટી હોય તો Modify બટન કલીક કરો.

સ્ટેપ-૧૪:  Modify પર કલીક કરવાથી તમે જે વિગતો સુધારવા માગો છો તેની સામે પેન્સીલની નિશાની પર કલીક કરો. ફોટો બદલાવી શકાય, નામ સુધારી શકાય, ઉમર સુધારી શકાય, જાતિ સુધારી શકાય, પિતાનું નામ સુધારી શકાય.

સ્ટેપ-૧૫:  જે વિગત સુધારવા માંગો છો તે માટે તમારે એક પ્રુફ (ડોકયુમેન્ટ) આપવુ પડે.

સ્ટેપ-૧૬: Type of Documents પર કલીક કરો જે પ્રુફ આપવાનું છે તેના ઉપર કલીક કરો.

સ્ટેપ-૧૭: કેમેરાથી ફોટો પાડીને પણ આપી શકાય, ગેલેરીમાંથી પણ લઇ શકાય.

સ્ટેપ-૧૮: Confirm પર કલીક કરો.

સ્ટેપ-૧૯: હવે OK બટન ઉપર કલીક કરો.

સ્ટેપ-૨૦: Type of Document ઉપર કલીક કરો. (કેમેરાથી અથવા ગેલેરીમાંથી લઇ શકાય)

સ્ટેપ-૨૧: Confirm પર કલીક કરો.

સ્ટેપ-૨૨: Thnak you મેસેઝ આવશે. હવે OK બટન ઉપર કલીક કરો.

સ્ટેપ-૨૩: પોલીગ સ્ટેશન માટે આટલુ કરોઃ Yes અથવા No બટન ઉપર કલીક કરો.

સ્ટેપ-૨૪: Submit & for Family tagging ઉપર કલીક કરો.

સ્ટેપ-૨૫: હવે OK બટન ઉપર કલીક કરો.

સ્ટેપ-૨૬: Add Family member બટન ઉપર કલીક કરો. Search by barcode,Search by details & Search by EPIC No. આ ત્રણ માથી ગમે તે એક વડે ઘરના સભ્યનું નામ જાણી શકાય અને ફેમીલી સાથે જોડી શકાય છે.

સ્ટેપ-૨૭: નીચે oo+ આવા નિશાન કલીક કરો. (+ બટન ઉપર કલીક કરો)

સ્ટેપ-૨૮: જો વ્યકિત તમારી સાથે રહેતી હોય તો થ્ભ (ઉપર કલીક કરો. તેનો સંબંધ જણાવો.

સ્ટેપ-૨૯: તમારો મોબાઇલ નંબર લખો.

સ્ટેપ-૩૦: Submit & Add more (ઘરના બીજા સભ્યોને પણ જોડવા માટે)

સ્ટેપ-૩૧: Finalizw My Family Tree બટન ઉપર કલીક કરો, OK બટન ઉપર કલીક કરો.

સ્ટેપ-૩૨: Family ના બધાજ સભ્યોની બધીજ વિગતો જોઇલો.

સ્ટેપ-૩૩:  Download My Certificate બટન ઉપર કલીક કરો. આમ, આટલુ કરવાથી દરેક મતદારના ફેમીલીની વિગતો વેરીફાઇ થઇ જાય છે.

નોંધઃ (૧) જો વિગતો ભુલ વિનાની હોય તો Verify બટન ઉપર કલીક કરો. જો Verify બટન ઉપર કલીક કરો તો એક જ Document અપલોડ કરવાનું થશે.

(૨) જો વિગતોમાં ભુલ હોય અને સુધારો કરવા માગતા હોય તો બે Document અપલોડ કરવાના થશે (આમાંથી કોઇપણ બે)

(૩) (૧)આધાર કાર્ડ, (૨)ડ્રાઇવિંગ લાઇસન્સ (૩)પાસપોર્ટ (૪)રેશન કાર્ડ (૫)લાઇટ બીલ (૬)બેંક,કિશાન પાસબુક (૭)પાણીવેરાબીલ (૮)પાનકાર્ડ (૯)ગેસબીલ (૧૦)ભાડા ચિઠ્ઠી.

(4:35 pm IST)