Gujarati News

Gujarati News

News of Wednesday, 25th September 2019

BSNL એન્ડ DOT પેન્શનર્સ એશો. ની ડીસ્ટ્રીકટ કોન્ફરન્સ

 BSNL   એન્ડ DOT  પેન્શનર્સની ડીસ્ટ્રીકટ કોન્ફરન્સ ગુરૂ ગોવિંદસિંહ કોમ્યુનીટી હોલમાં મળેલ, જેમાં અમદાવાદ ડિવી. (ઇન્ડીયા) ના જનરલ સેક્રેટરી ડી.ડી. મીસ્ત્રી, પ્રેસીડન્ટ એ.એમ. પટેલ, તથા રાજકોટ ડીસ્ટ્રીકટના જનરલ મેનેજર ટેલીકોમ ડીસ્ટ્રી. શ્રી ઉપાધ્યાય ઉપસ્થિત રહ્યા હતા. પ્રારંભમાં મહેમાનોના હસ્તે દિપ પ્રાગટય કરી છેલ્લા બે વર્ષ દરમ્યાન વિદાય થઇ ગયેલ દિવંગતોને શ્રધ્ધાંજલી અપાઇ હતી. સર્વે મેમ્બરોનું પુષ્પ ગુચ્છ સ્વાગત ડીસ્ટ્રી. ના હોદેદારો દ્વારા કરવામાં આવેલ. શિંગાળાભાઇ (ડીસ્ટ્રી. ચેરમેન) એ સ્વાગત પ્રવચન અને જે.સીં માંડવીયાએ બે વર્ષનો અહેવાલ તથા મેમ્બરશીપની જાણકારી આપી હતી. ઓલ ઇન્ડિયા ડીરેકટરી પાંચમી આવૃતિમાં સામેલ અનેક વિધ માહીતીથી સોૈને વાકેફ કર્યા હતા. આગામી બે વર્ષ માટે સર્વાનુમતે હોદેદારોની વરણી થવા યોગ્ય કમીટી બનાવાઇ હતી. આભારવિધી ઢેબરભાઇએ કરેલ.

(4:23 pm IST)