Gujarati News

Gujarati News

News of Wednesday, 25th September 2019

શિક્ષણ સમિતિ દ્વારા પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને સન્માનિત કરાયા : શાળાઓની લાયબ્રેરીને અવનવા પુસ્તકોથી સજ્જ કરાઇ

રાજકોટ : નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા પ્રમુખસ્વામી ઓડિટોરિયમ ખાતે સમિતિની તમામ શાળાઓના ૧૯૧ પ્રતિભાશાળી બાળકોને સન્માનિત કરવાનો તેમજ શાળા કક્ષાએ જ્ઞાન સાથે ગમ્મત મળી રહે તેવા પુસ્તકો વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ તકે ખૂબ જ મોટી સંખ્યામાં વાલીઓ હાજર રહ્યા હતાં અને પોતાના બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે શિક્ષણ સમિતિ સાથે એક સૂર મિલાવીને પોતાની કટિબદ્ધતા દર્શાવી હતી. આ કાર્યક્રમમાં ઉદ્ઘાટક તરીકે મેયર બિનાબેન આચાર્ય, શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઇ મિરાણી, પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયા, ડેપ્યુટી મેયર અશ્વિનભાઇ મોલિયા, નેતા શાસક પક્ષ દલસુખભાઇ જાગાણી, દંડક અજયભાઇ પરમાર, શહેર ભાજપ મહામંત્રી અને શિક્ષણ સમિતિ સદસ્ય કિશોરભાઇ રાઠોડ તેમજ ચેરમેન નરેન્દ્રસિંહ ઠાકુર રહ્યા હતાં. કાર્યક્રમનું સ્વાગત પ્રવચન શિક્ષણ સમિતિચેરમન નરેન્દ્રસિંહ ઠાકુર દ્વારા કરવામાં આવ્યું હતું. તેમજ શાનાધિકારી એસ.બી. ડોડીયા દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી. આ તકે શિક્ષણ સમિતિ સદસ્ય મુકેશભાઇ મહેતા, અલ્કાબેન કામદાર, કિરણબેન માંકડીયા, જગદીશભાઇ ભોજાણી, ધીરજભાઇ મુંગરા, ભાવેશભાઇ દેથરીયા, ડો. રાજેન્દ્ર ત્રિવેદી અને કાર્યક્રમના મુખ્ય વકતા શૈલેષભાઇ સગપરિયા તેમજ કટાર લેખક જવલતભાઇ છાયા સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા. કાર્યક્રમનું સમગ્ર સંચાલન શિક્ષિકા બહેન પૂર્વીબેન ઠાકરએ કર્યું હતું. આ કાર્યક્રમની સમગ્ર વ્યવસ્થા, વિવિધ કમીટી દ્વારા સુપેરે પાર પાડવામાં આવી હતી. સમગ્ર ઓફીસ સ્ટાફ, આચાર્યશ્રી તેમજ શાળા શિક્ષકગણ આ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી.

(4:22 pm IST)