Gujarati News

Gujarati News

News of Wednesday, 25th September 2019

લીમડા ચોકમાં ખાનગી બસના ચાલકને ફડાકા ખેંચી લેનાર ટ્રાફિક વોર્ડન ૩૦ દિવસ માટે સસ્પેન્ડ

શહેરના લીમડા ચોકમાં ગઇકાલે એક ટ્રાફિક વોર્ડને ખાનગી બસના ચાલકને જાહેરમાં ફડાકા ખેંચી લેતાં વિડીયો વાયરલ થયો હતો. આ બાબતે ડીસીપી ઝોન-૨ મનોહરસિંહ જાડેજાએ ટ્રાફિક બ્રાંચના ઇન્ચાર્જ એસીપી એસ.ડી. પટેલને તપાસ કરવા સુચના આપી હતી. દરમિયાન આ વોર્ડનને ડીસીપી મનોહરસિંહ જાડેજાએ ત્રીસ દિવસ માટે સસ્પેન્ડ કરવાનો હુકમ કર્યો છે.  વોર્ડનનું નામ શકિતસિંહ રાઠોડ છે. બસના ચાલકે ભુલથી ચાવી વોર્ડનના વાહનમાં લગાડતાં ગેરસમજને કારણે માથાકુટ થઇ હતી.

(4:21 pm IST)