Gujarati News

Gujarati News

News of Wednesday, 25th September 2019

આમ પ્રજા સામે કાયદાનો દંડો ઉગામવામાં પાવરધી ટ્રાફિક પોલીસ અને આરટીઓને શહેરમાં ગેરકાયદે યમરાજ બનીને ફરતા આ વાહનો કેમ નજરે નથી પડતાં?

રાજકોટઃ નવા ટ્રાફિક નિયમોનું જડ પાલન કરાવવા મેદાને પડેલા ટ્રાફિક પોલીસ અને આરટીઓ વિભાગની બેધારી નીતિ ઉપરોકત તસ્વીરમાં ઉડીને આંખે વળગે છે. સીટ બેલ્ટ અને હેલ્મેટના કાયદાનો શહેરીજનો ઉપર દંડો ઉગામતા આ બંને વિભાગોએ કોઇ ખાસ કારણોસર શહેરના રાજમાર્ગો ઉપર નિયમોનો ઉલાળીયો કરી આમથી તેમ ગેરકાયદે દોડતા ટ્રેકટર, છકડો, પાસીંગથી વધુ પેસેન્જરની હેરાફેરી સહિતના મુદ્દે ધ્યાન દેવાનું છોડી દીધુ છે. આમ પ્રજામાં વેધક સવાલો ઉઠી રહ્યા છે. પ્રથમ તસ્વીરમાં રસ્તો સાંકડો બનાવવાનું કારણ પુરૂ પાડતાં લાઇનબંધ ટ્રેકટરો જોઇ શકાય છે. નીચેની તસ્વીરમાં કાયદાની એક-બે-ત્રણ કરી ચાલુ છકડાએ મોબાઇલ પર વાત કરી રહેલો 'વીર છકડાવાળો' નજરે પડે છે. આ છકડામાં રજીસ્ટ્રેશન પ્લેટ પણ નજરે ચડતી નથી. બીજી તસ્વીરમાં પાસીંગથી વધુ મુસાફરો ખડકાયેલી રિક્ષા બેધડક દોડતી જોઇ શકાય છે. તેમજ છેલ્લી તસ્વીરમા  ં ભારે વાહનોની પ્રવેશબંધીના સમયમાં મુખ્ય માર્ગ પર બાંધકામના માલ મટીરીયલ ભરી દોડતું ટ્રેકટર નજરે પડે છે. (ફોટોઃ સંદિપ બગથરીયા)

(4:19 pm IST)