Gujarati News

Gujarati News

News of Wednesday, 25th September 2019

કણકોટમાં કાલથી ત્રણ દિવસ જીલ્લા ગણિત-વિજ્ઞાન પ્રદર્શન

લાભુભાઇ ત્રિવેદી એન્જી.કોલેજ ખાતે ર૬,ર૭,ર૮, સવારે ૯ થી સાંજે પ સુધી પ્રદર્શન યોજાશેઃ જિલ્લા શિક્ષણ તાલીમ ભવનના પ્રાચાર્ય ડો. ચેતના વ્યાસના હસ્તે ઉદ્દઘાટન કૃષિ, પરિવહન શૈક્ષણીક રમતો, ગણીતીક નમુના વગેરે વિષયોની ૧પપ કૃતિઓ પ્રદર્શીત થશેઃ આધુનિક ચાડિયો, બજેટખેતી, સ્વાઇન ફલુ સામે રક્ષણ આપતું કુલર સહીતની કૃતિઓ આકર્ષણનું કેન્દ્ર

રાજકોટ તા. રપ : જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, રાજકોટ તથા સાંદીપની શાળા વિકાસ સંકુલ કન્વીનરની સંયુકત યાદી અન્વયે જણાવવામાં આવે છે કે જી.સી.ઇ. આ.ટી. ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન રાજકોટ તેમજ જિલ્લા પ્રાથમીક શિક્ષણ સમિતિ, જિલ્લા શિક્ષણાધિકારી કચેરી તથા સાંદીપની શાળા વિકાસ સંકુલના સંયુકત ઉપક્રમે રાજકોટ જિલ્લાનુ જિલ્લા કક્ષાનું ડો. વિક્રમ સારાભાઇ ગણિત-વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન તા.ર૬,ર૭,ર૮ સપ્ટેમ્બર સુધી લાભુભાઇ ત્રિવેદી એન્જીનીયરીંગ કોલેજ, મુ.કણકોટ રાજકોટ ખાતે તેઓના સૌજન્ય દ્વારા યોજાવા જઇ રહ્યું છે આ પ્રદર્શનમાં તાલુકા કક્ષા તથા સંકુલ કક્ષાએથી વિજેતા બનીને પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યીમક શાળાઓ ભાગ લેશે.

આ પ્રદર્શન અંતર્ગત કુલ પાંચ વિભાગ જેવા કે (૧) કટાઉ કૃષિ પધ્ધતિઓ (ર) સ્વચ્છતા અને સ્વાસ્થય (૩) ઔદ્યોગીક વિકાસ (પ) સંસાધન અને વ્યવસ્થાપન (૬) (એ) ભવિષ્યમાં પરીવહન અને પ્રત્યાયન (બી) શૈક્ષણીક રમતો-ગણીતીક નમુના નિર્માણમાંથી રાજકોટ જિલ્લાના તાલુકાની પ્રાથમીક શાળાઓની પપ કૃતિઓ તેમજ રાજકોટ જિલ્લાના ૧૦ શાળા વિકાસ સંકુલમાંથી  માધ્યમિક શાળાની પ૦ કૃતિઓ તથા ઉ.માધ્યામિક શાળાની પ૦ કૃતિઓ મળીને ૧પપ કૃતિઓ સમગ્ર જિલ્લામાંથી પ્રસ્તુત થશે.

પ્રાથમિક વિભાગોમાં (૧) બાયો પ્લાસ્ટીક (ર) હેરોનનો કુવારો (૩) મલ્ટીયુઝર કોટ (૪) ગ્રાસ કટર (પ) ઇકો ફ્રેન્ડલી સ્ટોર (૬)  બજેટ ખેતી (૭) સ્વાઇન ફલુ સામે રક્ષણ આપતું કુલર (૮) ચંદ્રયાન રોકેટ (૯) ઇકો ફ્રેન્ડલી ડ્રાઇ જેવી કૃતિઓ પ્રદર્શીત થશે.

માધ્યમિક વિભાગ અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાંથી (૧) આરોગ્ય વર્ધક ચા (ર) આધુનિક ચાડીયો (૩) લાઇ-ફાઇ ટેકનોલોજી (૪) મોબાઇલ એપ દ્વારા ખેતી રાખમાંથી વિદ્યુત ઉત્પાદન (પ) હર્બલ ડ્રીક જેવી કૃતિઓ પ્રદર્શીત થશે. આ પ્રદર્શન તમામ શાળાના વિદ્યાર્થી માટે તા. ર૭/૯/ર૦૧૯ શુક્રવારના સવારે ૧ થી સાંજે પ વાગ્યા સુધી ખુલ્લુ રહેશે. તેમજ તા. ર૮/૯/ર૦૧૯ શનિવારના બપોરે ૧૧ વાગ્યા સુધી ખુલ્લુ રહેશે.

રાજકોટ જીલ્લાના અત્યંત અનુભવી તથા વિજ્ઞાન અને ગણિત સાથે જોડાયેલા શિક્ષકો અને આચાર્યઓની ટીમ પ્રદર્શીત થયેલ કૃતિઓનું મુલ્યાકાન કરી પ્રાથમીક શાળાઓમાંથી વિભાગવાર એક એક કૃતિ અને માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમ્કિ શાળાની કૃતિઓમાંથી વિભાગવાર એક એક કૃતિ પસંદ કરશે જેને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન દ્વારા રાજય કક્ષા સુધી મોકલવામાં આવશે અને રાજકોટ જિલ્લાનું પ્રતિનિધત્વ કરશે.

જિલ્લા કક્ષાના આ ડો. વિક્રમ સારાભાઇ વિજ્ઞાન-ગણિત અને પર્યાવરણ પ્રદર્શન ર૦૧૯નું સુચારૂ આયોજન માટે ડો. ચેતનાબેન વ્યાસના માર્ગદર્શન હેઠળ ડો. ઉમાબેન તન્ના, ભરતસિંહ પરમાર (જિલ્લા કન્વીનર) ડો ભરતભાઇ રામાણી, વિરેન્દ્રભાઇ ધરસંડીયા, દયાબેન ગજેરા, દિનેશભાઇ બોરીચા, હષિતભાઇ, ભરતભાઇ ગઢવીએ જહેમત ઉઠાવી રહ્યા છે.

(4:17 pm IST)