Gujarati News

Gujarati News

News of Wednesday, 25th September 2019

ચૂનારાવાડમાં ૩૦૦ કિલો અખાદ્ય ગોળ સાથે અતુલ ગોવાણી પકડાયો

દષ્ટિનું બોક્ષ, વજન કાંટો અને પ્લાસ્ટીકની કોથળીઓ અને ૧૫ અખાદ્ય ગોળના ડબ્બા કબ્જે

રાજકોટ તા.૨૫: શહેરના અલગ-અલગ સ્થળે પોલીસ દ્વારા દેશી દારૂની ડ્રાઇવમાં થોરાળા પોલીસે ચૂનારાવાડ શાકમાર્કેટ વાળી શેરીમાંથી ૩૦૦ કિલો અખાદ્ય ગોળ અને ઇષ્ટનું બોકસ સહિતની મતા સાથે એક શખ્સની ધરપકડ કરી છે.

પ્રાપ્ત વિગત મુજબ શહેરના ઇન્ચાર્જ પોલીસ કમિશનર સંદીપસિંહ દ્વારા દેશીદારૂ અંગેની ડ્રાઇવ રાખવામાં આવી હતી ત્યારે થોરાળા પોલીસ મથકના હેડકોન્સ બી.આર.વાસાણી સહિતે ચૂનારાવાડ શાકમાર્કેટ વાળી શેરી નં.૪માં દરોડો પાડી દુકાનમાંથી ગેરકાયદેસર ૩૦૦ કિલો  અખાધ્ય ગોળના ૧૫ ડબ્બા કિંમત રૂ.૬૦૦૦ તથા ઇષ્ટનું એક બોકસ, વજનકાંટો, અને પ્લાસ્ટીકની કોથળીઓ સાથે અતુલ ચંદુભાઇ ગોવાણી (ઉ.વ.૪૯) (રહે.ચુનારાવાડ શેરી નં.૫ શાળા નં.૨૩ સામે)ને પકડી લીધો હતો.

જયારે ચૂનારાવાડ ચોક પાસેથી રૂ.૧૪૦ના દેશી દારૂ સાથે સંજય ઉર્ફે ડાબલો જાદવભાઇ સાપરા (ઉ.વ.૨૫)(રહે.મનહરપરા શેરી નં.૨)ને, ચૂનારાવાડ શેરી નં.૧ માંથી રૂ.૧૮૦૦ની કિંમતના દેશીદારૂ કબ્જે કર્યો હતો. જયારે મનીષા ઉર્ફે મુન્ની વિનોદભાઇ સોલંકી (રહે.ચુનારાવાડ શેરી નં.૧)ને આજીડેમ પોલીસ મથકના હેડ કોન્સ કે.એમ.સોલંકી સહિતે ખોખળદડ ગામ ૫૦ વારીયા કવાર્ટરગ પાસે ઓરડીમાંથી રૂ.૮૦ના દેશી દારૂ સાથે જોરાના અજય પરમાર (ઉ.વ.૩૫)ને ને ગાંધીગ્રામ પોલીસ મથકના હેડકોન્સ સંતોષભાઇ મોરી સહિતે ઘંટેશ્વર ૨૫ વારીયામાંથી રૂ.૧૨૦ના દેશી દારૂ સાથે સુમીત્રા દીલીપસિંહ રાઠોડ (ઉ.વ.૩૫) (રહે.ઘંટેશ્વર) ૨૫ વારીયા કવાટર નં.૧૫૦૯)ને પકડી લઇ  કાર્યવાહી કરી હતી.

(4:16 pm IST)