Gujarati News

Gujarati News

News of Wednesday, 25th September 2019

સૌરાષ્ટ્રમાં કિડનીની બિમારીનું પ્રમાણ વધુ છે ત્યારે રાજકોટ ખાતે કાલથી

કિડનીના દર્દની આધુનિક સારવાર : કાલથી ટોચના તબીબોનું ચિંતન

અઢી દાયકા બાદ રાજકોટ ખાતે પશ્ચિમ ભારતના ૪૦૦થી વધુ યુરોલોજીના નામાંકિત તબીબો અધિવેશનમાં ભાગ લેશે * અમેરીકાના ડો.જોહ્મ ડ્રેનસ્ટેડ અને ડો.અસીમ શુકલની ખાસ ઉપસ્થિતિ * રીજેન્સી લુગુન ખાતે અધિવેશન * ડો.વિવેક જોષી, ડો.જીતેન્દ્ર અમલાણી અને ડો.સુશીલ કારીયાના નેતૃત્વમાં તડામાર તૈયારીઓ

રાજકોટ : આવતીકાલથી રાજકોટમાં પશ્ચિમ ભારતના યુરોલોજીની નેશનલ કોન્ફરન્સનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે 'અકિલા' કાર્યાલય ખાતે અકિલાના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રા સાથે જાણીતા યુરોલોજીસ્ટ ડો.સુશીલભાઈ કારીયા, ડો.જીતેન્દ્રભાઈ અમલાણી અને ડો.વિવેકભાઈ જોષી નજરે પડે છે. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)

રાજકોટ, તા. ૨૫ : સૌરાષ્ટ્રમાં કિડનીની બિમારીનું પ્રમાણ વધુ છે ત્યાં આવતીકાલથી ત્રણ દિવસ કિડનીની આધુનિક સારવાર વિશે યુરોલોજી સોસાયટી ઓફ સૌરાષ્ટ્ર એન્ડ કચ્છ દ્વારા પશ્ચિમ ભારતની નેશનલ કોન્ફરન્સ યોજવામાં આવી છે.

અઢી દાયકા બાદ યુરોલોજીની આ કોન્ફરન્સ સિમાચિન્હરૂપ બની રહેશે.

રાજકોટ ખાતે તા. ૨૬મી, ૨૭મી અને ૨૮મી સપ્ટેમ્બર દરમ્યાન કિડની વિષયનાં નિષ્ણાંત સર્જનોનાં પશ્ચિમ ભારતનાં સંગઠનનું વાર્ષિક અધિવેશન યોજાઇ રહ્યું છે. ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવા તથા છત્ત્।ીસગઢનાં આશરે ૪૦૦ થી વધારે યુરોલોજી વિષયનાં સુપર-સ્પેશ્યાલિસ્ટ ડોકટરો તેમાં ભાગ લેશે. રાજકોટ ખાતે આવુ સંમેલન ૨૫ વર્ષનાં સમયગાળા બાદ મળી રહ્યું છે તે ગૌરવપ્રદ ઘટના છે. યુરોલોજી વિષયમાં સૌરાષ્ટ્ર વિસ્તારે છેલ્લાં થોડા વખતમાં હરણફાળ ભરી છે. બી.ટી.સવાણી કિડની હોસ્પિટલ ખાતે અસંખ્ય દર્દીઓની ઉચ્ચ કક્ષાની સારવાર ઉપરાંત યુરોલોજી વિષયમાં ડી.એન.બી. ના ઉચ્ચત્ત્।મ અભ્યાસ માટેના ભારતભરના જુજ કેન્દ્રોમાંનું એક કેન્દ્ર ચાલે છે. તે રાજકોટ માટે ગૌરવનો વિષય છે.

તા. ૨૬/૦૯/૨૦૧૯ ના કિડનીની પથરી તેમજ પ્રોસ્ટેટનાં આધુનિકતમ ઓપરેશનો દેશનાં ખ્યાતનામ નિષ્ણાંતો ઉપરાંત અમેરિકાથી ખાસ પધારેલ તજજ્ઞો દ્વારા બી.ટી.સવાણી કિડની હોસ્પિટલ ખાતે કરવામાં આવશે. જેનું જીવંત પ્રસારણ, પ્રશ્નોત્તરની સગવડ સાથે રિજેન્સી લુગુન રીસોર્ટમાં કોન્ફરન્સ હોલમાં મોટા પડદે કરવામાં આવશે.

અમેરિકાનાં યુરોલોજી વિષયનાં નિષ્ણાંતોનાં સંગઠન અમેરિકન યુરોલોજીકલ એસોશિએશનનાં સેકેટરી ડો. જોહ્મ ડ્રેનસ્ટેડ તથા બાળકોના યુરોલોજી વિભાગનાં નિષ્ણાંત અને ભારતીય મૂળનાં ડો. અસીમ શુકલ આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહી જટીલ ઓપરેશનોનું નિદર્શન આપશે. ગુજરાતમાં યુરોલોજી વિભાગ ચાલુ કરનાર ગુજરાતનાં સિનિયર મોસ્ટ પ્રોફેસર ડો. પી.સી. પટેલ તેમજ વિશ્વ વિખ્યાત મુળજીભાઇપટેલ યુરોલોજીકલ હોસ્પિટલ, નડીયાદનાં અધિષ્ઠાતા ડો. મહેશ દેસાઇની પ્રેરક ઉપસ્થિતિ પ્રેરણાદાયી બનશે.

તા. ૨૭મી અને ૨૮મી સપ્ટેમ્બરના રોજ યુરોલોજી વિષયની વિવિધ બિમારીઓ વિશે વિગતવાર વિચારણા, છણાવટ અને પ્રવચનો દ્વારા ઉપસ્થિત પ્રતિનિધીઓને માહિતગાર કરવામાં આવશે. વિકસતા વિજ્ઞાન સાથે કદમ મિલાપના વિવિધ નિષ્ણાંતો દ્વારા રિસર્ચ પેપર્સ રજુ કરી ભવિષ્ય માટેની ઝાંખી કરાવવામાં આવશે.

આ પ્રસંગે ખાસ રિજેન્સી લુગુન રીસોર્ટમા ઉભા કરાયેલ શમિયાણામાં ૬૦ થી વધારે દવા અને વિવિધ ઉપકરણો બનાવતી કંપનીઓ દ્વારા નિદર્શન કરવામાં આવશે. આવા અતિ આધુનિક ઉપકરણોમાં લેસર મશીન, રોબોટ, વિવિધ દૂરબીન Endoscopes, એકસરે મશીન અને તેમાં વપરાતા નાના-મોટા અનેક પાર્ટસનો સમાવેશ થાય છે. દુનિયામાં સૌથી આધુનિક રોબોટનું નિર્દેશન પણ કરવામાં આવશે.

સંમેલનમાં યુરોલોજીકલ સોસાયટી ઓફ ઇન્ડીયાનાં પ્રમુખશ્રી ડો. મધુ અગરવાલ અને સેક્રેટરી ડો. રાજીવ ટી.પી. ઉપરાંત પશ્ચિમ વિભાગનાં પ્રમુખ ડો. હેમંત પાઠક અને સેક્રેટરી ડો. અજય ભંડારકર ઉપરાંત દેશનાં અન્ય ભાગોમાંથી પધારેલ તજ્જ્ઞો પણ ખાસ ઉપસ્થિત રહેશે.

'યુરોલોજીકલ સોસાયટી ઓફ સૌરાષ્ટ્ર અને કચ્છ' દ્વારા આયોજીત આ સંમેલનને સફળ બનાવવા માટે ચેરમેન ડો. વિવેક જોષી, સેક્રેટરી ડો. જીતેન્દ્ર અમલાણી, પ્રેસીડેન્ટ ડો. સુશિલ કારીઆ, ડો. અમિષ મહેતા, ડો, સુનિલ મોટેરીયા, ડો. આશિષ જસાણી, ડો. સંજીવ પટેલ, ડો. સુધિર શેઠ, ડો. પંકજ ઢોલરીયા, ડો. રાજ પટેલ અને અન્ય સભ્યો જહેમત ઉઠાવી રહ્યા છે. સૌરાષ્ટ્ર વિસ્તારમાં કિડનીની બિમારીનું પ્રમાણ સવિશેષ છે. આવાં સંમેલન દ્વારા આધુનિક માહિતી અને સમજનો ફેલાવો થાય છે. પરિણામે અનેક દર્દીઓને ઉત્ત્।મ ગુણવત્ત્।ાસભર લાભ મળી શકે છે. અનેક સંસ્થાઓ દ્વારા આ સંમેલનને આવકાર મળી રહ્યો છે.(૩૭.૯)

(4:16 pm IST)