Gujarati News

Gujarati News

News of Wednesday, 25th September 2019

રાજકોટ શહેર-જીલ્લામાં અસંગઠીત લાખો મજૂરોને સરકારી-કાનુની સુવિધાઓ આપો : સમાન કામ-વેતન ધારાને લાગુ કરો

અખિલ ભારતીય અસંગઠીત મજદૂર કોંગ્રેસનું મુખ્યમંત્રીને સંબોધી કલેકટરને આવેદન

અખિલ ભારતીય અસંગઠીત મજદૂર કોંગ્રેસના આગેવાનોએ લાખો મજૂરોને કોઇ સુવિધા ન મળતી હોય તે અંગે વિસ્તૃત રજુઆતો કરી હતી.

રાજકોટ, તા. રપ : અખિલ ભારતીય અસંગઠીત મજદૂર કોંગ્રેસે મુખ્યમંત્રીને સંબોધી કલેકટરને આવેદન પાઠવી. રાજકોટ જિલ્લામાં અસંગઠીત મજદૂરોના વિવિધ પ્રાણ પ્રશ્નો અંગે રજૂઆતો કરી હતી.

રજુઆતમાં આવેદનમાં ઉમેર્યું હતું કે, રાજકોટમાં ખેતી, ટ્રાન્સપોર્ટ, ડ્રાઇવર, ઉદ્યોગ, પેસેન્જર વાહન, કન્સ્ટ્રકશન, ચા-નાસ્તા અને કોલ્ડ્રીંસના લારી-ગલ્લાઓ, પાથરણાવાળા, સફાઇ, શાકભાજી વિગેરે વીજ વસ્તુઓની ફેરી કરતા ફેરીયાઓ વિગેરે વ્યવસાય સાથે સંકળાયેલા મજૂરો (શ્રમિકો) અસંગઠીત રીતે શ્રમ કરીને પોતાના પરિવારનું માંડ માંડ ગુજરાન ચલાવે છે.

આવા જરૂરીયાત મંદ શ્રમિકોને કોઇપણ જાતની સરકાર તરફથી કોઇ સુવિધા મળતી નથી. આવા અસંગઠીત જરૂરીયાત મંદ વિવિધ વ્યવસાય ક્ષેત્રે સંકળાયેલા શ્રમિકોને સરકારી અને કાનુની સુવિધાઓ જેવી કે, ઓટો રીક્ષા ચાલકોને શહેરમાં રીક્ષા સ્ટેન્ડ અને વિગેરે સુવિધાઓ મળવી જોઇએ. ખેતરમાં કામ કરતા મજૂરો અને વ્યવસાયોમાં છુટક શ્રમ કરતા મજૂરોને પણ મીનીમમ વેજીસ મળતા જોઇએ તેમજ લારી-ગલ્લા અને પાથરણવાળાને સ્ટ્રીટ વેન્ડર એકટ, ર૦૧૪ના તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવે અને આવા જરૂરીયાત અસંગઠીત મજૂરો માટે સમાન કામ, સમાન વેતન ધારાને લાગુ કરવામાં આવે અને અન્ય લારી-ગલ્લાઓ અને માટી કામ, સુથારી કામ વિગેરે ફેરીયા અને લારી-ગલ્લાવાળાઓને વિનામૂલ્યે રેકડીઓ, કેબીનો અને સાધન સામગ્રી વિતરણ કરવામાં આવે જેથી મજૂરો સ્વરોજગારી મેળવી શકે.

(4:16 pm IST)