Gujarati News

Gujarati News

News of Wednesday, 25th September 2019

પોલીસ હેડકવાર્ટરમાં હેલ્મેટ વગર પ્રવેશબંધીઃ ઉચ્ચ અધિકારીના તઘલખી નિર્ણય સામે પોલીસ પરિવારોમાં કચવાટની લાગણી

રાજકોટઃ નવા ટ્રાફીક નિયમો માટે જુદી-જુદી ડ્રાઇવ ચલાવતી પોલીસ માટે જ કઠણાઇના સમાચાર છે. એક ઉચ્ચ પોલીસ અધિકારીએ માધ્યમને જણાવ્યા મુજબ પોલીસ હેડકવાર્ટરમાં હેલ્મેટ વિના પ્રવેશબંધીનું સખ્તાઇથી અમલ કરાવવામાં આવશે. આ મુદ્દે પોલીસ પરિવારોમાં ભારે કચવાટ ફેલાયો છે. ઉલ્લેખનીય છે કે આજે કોંગ્રેસ દ્વારા હેલ્મેટના કાયદાને શહેરમાંથી મુકિત આપવા માટે સજ્જડ વિરોધ નોંધાવાયો છે. પ્રજામાંથી પણ આ મુદ્દે સરકાર શહેરો માટે પુનઃ વિચારણા કરે તેવી લાગણી અને માંગણી ઉઠી રહી છે.

(4:14 pm IST)