Gujarati News

Gujarati News

News of Wednesday, 25th September 2019

વિદેશ મોકલવાના બહાને છેતરપીંડી કરવા અંગે એજન્ટના આગોતરા જામીન મંજુર

રાજકોટતા.૨૫: વર્ક પરમીટને બદલે ટુરીસ્ટ વિઝા આપવા અન્વયેની છેંતરપીડી કર્યાની વાઇબ્રેટ ઓવરસીઝના માલીકે એ-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ભારતીય દંડ સહિતાની કલમ-૪૦૬,૫૦૪,૫૦૬ (૨)ના ગુન્હા અન્વયે ફરીયાદ જાહેર કરેલ જે કામે વડોદરાના વિઝા કરાવનાર શાહીદભાઇ સફી-મહંમદ સૈયદની ધરપકડ અન્વયેની દહેશત હોવાથી આગોતરા જામીન અરજી કરતા સેસન્સ અદાલતના જજશ્રીએચ.એ. બ્રહ્મભટ્ટે ધરપકડ કરવાના પ્રસંગે શરતોને આધિન રૂ.૧૫,૦૦૦ના જામીન સ્વીકારી જામીન મુકત કરવા હુકમ ફરમાવેલ છે.

આ કેસની વિગતે રાજકોટના વાઇબ્રેટ ઓવરસીઝ ના માલીક સેમન્સ સૌમ્ય માલીકે બરોડાના એસ.એસ.ગ્રુપ ના શાહીદભાઇ સૈયદ સાથે લેખીત કરાર કરી ત્રણ વ્યકિતઓને વિદેશ કામકાજ અર્થે મોકલવા વિઝા મેળવી આપવા રૂ.૧,૭૦,૦૦૦ એક વ્યકિતના નક્કી થયેલ અને ૧-૧ લાખ રૂપીયા ચુકવેલ અને ત્રણ યુવકોને વિદેશ-અઝર બૈજાન મોકલવા લેખીત કરાર તથા રૂ.૧-૧ લાખ ચુકવવાની લેખીત કરાર મુજબ ફરીયાદ સાથે છેંતરપીંડી થયેલ હોવાનુ જાહેર કરેલ પરંતુ બરોડાના શાહીદભાઇ સૈયદ દ્વારા ત્રણેય યુવકોના એરટીકીટ-વિઝા કરાવી ફરીયાદી જાતે અઝર બૈજાન જઇ ત્રણેય યુવકોને  ટેમ્પરરી પરમીટ મળી ગયેલ હોવાનુ જાણતા હોય અને તમામ દસ્તાવેજી પુરાવા રજુ કરી ફરીયાદી દ્વારા કમીશનની રકમમાં વધારો મેળવવા યુકિતપૂર્વક ફરીયાદ કરેલ હોવાની વકીલ મારફતની રજુઆત તથા વડી અદાલતોના ચુકાદાઓ જાહેર કરી અરજદાર/આરોપી શાહીદ સફીમહમદ સૈયદને આગોતરા જામીન આપવા/મંજુર કરી મહત્વનો હુકમ ફરમાવેલ.

અરજદાર/આરોપી તરફે ગોંડલીયા એસોસીએટસના જયેન્દ્ર એચ.ગોંડલીયા, હિરેન ડી.લીંબડ, મોનિશ જોષી, સીરાકમુદીન સેરસીયા, કરણ ડી.કારીયા (ગઢવી), કુલદિપસિંહ વાઘેલા, પિયુષ કોરીગા,મૌલીક ગોધાણી, વિરલ વડગામા, ક્રિષ્ના પીઠડીયા, કાજલબેન ખસમાણી, વકીલ તરીકે રોકાયેલ હતા.

(4:09 pm IST)