Gujarati News

Gujarati News

News of Wednesday, 25th September 2019

શનિવારે ભાદરવી અમાસઃ આશારામજી આશ્રમે સર્વપિતૃ શ્રાધ્ધવિધિનો વિનામુલ્યે ક્રાર્યક્રમ

નટુભાઇ શાસ્ત્રી અને હિરેનભાઇ શાસ્ત્રીઃ શાસ્ત્રોકતવિધિ કરાવશેઃ નામ નોંધણીઃ કાલે અને સોમવારે જયોત્સનાબેન દ્વારા સત્સંગ

રાજકોટઃ  તા.૨૫, આગામી તા. ર૮ સપ્ટેમ્બર ના શનિવારના રોજ ભાદરવી અમાસ ના દિવસે સંત શ્રી આશારામજી આશ્રમ, ન્યારી ડેમ પાસે, કાલાવાડ રોડ ખાતે સર્વ પિતૃ શ્રાઘ્ધ વિધી નો જાહેર કાર્યક્રમ રાખેલ છે. આ કાર્યક્રમ લોકહિતાર્થે વિનામુલ્યે રાખેલ છે. ભાદરવી અમાસના પવિત્ર દિવસે યોજાયેલ આ કાર્યકમ માં ભાગવત કથાકાર શ્રી નટુભાઇ શાસ્ત્રી અને   શ્રી હિરેનભાઈ શાસ્ત્રી દ્વારા શાસ્ત્રોકત વિધિથી સર્વ પિતૃઓનું તેનું શ્રાઘ્ધ કરવામાં આવશે. આ કાર્યક્રમ માં કોઈ પણ જોડાઈ શકે છે. સજોડે પણ બેસી શકાશે. વિધી માં બેસનારે સવારે ૮  વાગ્યે ધોતી અથવા શ્વેત વસ્ત્રો પહેરી પોતાની સાથે ફકત એક લોટો, ચમચી, નેપકીન અને એક ત્રાંસ પોતાના ઉપયોગ માટે લાવવાનો રહેશે. પુજન વિધિની તમામ સામગ્રી આશ્રમમાંથી વિના મુલ્યે ઉપલબ્ધ   થશે કાર્યક્રમનાં અંતે મહાપ્રસાદની વ્યવસ્થા રાખવામાં આવેલ છે.

આ શ્રાઘ્ધ વિધિ માં બેસનાર પોતાનું નામ લખાવવા માટે કે માહિતી માટે મો. નં. ૯૩૭૭૭ ૦૭ર૦૦ /  ૯૩૭૪૧ ૮૫૬૭૦,  ઉપર સંપર્ક કરી શકશે.

 તા. ૩૦ સપ્ટેમ્બરના આસો સુદ બીજના સોમવારના દિવસે સંત શ્રી આશારામજી બાપુનો આત્મ સાક્ષાત્કાર દિવસ હોઈ તે નિમિત્ત્।ે આશ્રમ ખાતે પાદુકા પૂજન, શ્રી આસારામાયણના પાઠ, પૂજય બાપુનો વિડીયો સત્સંગ વિગેરે કાર્યક્રમો થશે. આ નિમિતે સવારે ૧૧:૩૦ થી સાઘ્વી જયોત્સનાબેન નો સત્સંગ રાખેલ છે. 

તા. ર૬ ના ગુરુવારે કોઠારીયા રોડ, દેવપરા શાકમાર્કેટ પાસે, વિનોદભાઈ શેઠ હોલ ખાતે સાંજે ૮:૩૦ વાગ્યે સાઘ્વી જયોત્સનાબેન નો સત્સંગ રાખેલ છે. ધર્મપ્રેમી ભાઈ બહેનોએ લાભ લેવા અનુરોધ કરાયો છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(4:09 pm IST)