Gujarati News

Gujarati News

News of Wednesday, 25th September 2019

ભુલકાઓના ટ્રેડીશ્નલ ડ્રેસ ફેશન શો

રાજકોટઃ  સરગમ ચિલ્ડ્રન કલબના ઉપક્રમે બાળ સભ્યો માટે નવરાત્રિને અનુલક્ષી ટ્રેડિશ્નલ ડ્રેસ સ્પર્ધા યોજાઈ હતી. આ સ્પર્ધામાં ૯૦ જેટલા બાળકોએ ભાગ લીધો હતો અને તેમાંથી ૨૫ વિજેતા ગર્લ્સ-બોયઝને ઈનામો અપાયા હતા.  ભાગ લેનાર તમામ બાળકોને સંસ્થા તરફથી આકર્ષક સર્ટિફીકેટ આપવામાં આવ્યા હતા.   ફેશન શો સ્પર્ધામાં નિર્ણાયક તરીકે નિલુબેન મહેતા, જયશ્રીબેન રાવલ, ભાવનાબેન માવાણી, ભાવનાબેન ધનેશા સહિતનાએ સેવા આપી હતી. કાર્યક્રમનું સંચાલન ગુણવંતભાઈ ડેલાવાળાએ'જયારે આભારવિધિ અલ્કાબેન કામદારે કરી હતી.    આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળાના માર્ગદર્શન હેઠળ સરગમ લેડીઝ કલબના ચેતનાબેન સવજાણી, ભાવનાબેન મહેતા, અલ્કાબેન ધામેલિયા, ગીતાબેન હિરાણી, બીનાબેન સોલંકી, મીનાક્ષીબેન જોષી, હીનાબેન પારેખ, રંજનબેન વોરા, નમ્રતાબેન આસોડિયા, જયોતિબેન પીઠડિયા, માલાબેન પાઠક, સંગીતાબેન સાચલા, શિતલબેન નળિયાપરા વગેરેએ જહેમત ઉઠાવી હતી.

(4:08 pm IST)